13 April, 2026 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મથીશા પથિરાના
IPL 2026ની તળિયાની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ૨૩ વર્ષના પેસ બોલર પથિરાનાને ફરજિયાત ફિટનેસ-ટેસ્ટ પાસ કર્યા બાદ નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ આપ્યું છે. ૧૮ કરોડ રૂપિયામાં કલકત્તાએ મથીશા પથિરાનાને ખરીદ્યો હતો, પરંતુ ફિટનેસની સમસ્યાઓને કારણે પહેલી ૪ મૅચમાં ટીમ સાથે જોડાઈ શક્યો નહોતો. કલકત્તાની આગામી મૅચ મથીશા મથિરાનાની જૂની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૧૪ એપ્રિલે છે. જોકે અહેવાલો અનુસાર તે ૧૭ એપ્રિલ ગુજરાત ટાઇટન્સ સામેની મૅચ દરમ્યાન ટીમ સાથે જોડાશે અને ૧૯ એપ્રિલે રાજસ્થાન રૉયલ્સ સામેની મૅચની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થઈને રમી શકે છે. ૨૦૨૨થી ૨૦૨૫ સુધી મથીશા પથિરાના ચેન્નઈ માટે જ ૩૨ મૅચ રમ્યો હતો અને ૪૭ વિકેટ લીધી હતી.