24 March, 2026 05:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફૅન્સની ભારે વિનંતીને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાની પ્રૅક્ટિસ-જર્સી વેચાણ માટે લૉન્ચ કરવી પડી
IPL ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ વાર બની હોય એવી ઘટના કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે બની છે. હજારો ફૅન્સના જબરદસ્ત પ્રતિસાદ અને વિનંતીઓને કારણે કલકત્તાની ટીમને પોતાની પ્રૅક્ટિસ-જર્સી વેચાણ માટે લૉન્ચ કરવાની ફરજ પડી છે. ટીમની વેબસાઇટ પર આ જર્સી લગભગ ૧૯૦૦ રૂપિયામાં વેચાણ માટે મૂકવામાં આવી છે. આ જર્સીની સૌથી વિશિષ્ટ વિશેષતા એની ટાઇગર-પ્રિન્ટ પૅટર્ન છે જે બેન્ગૉલ ટાઇગરથી પ્રેરિત છે. આ જર્સી તાકાત, ચપળતા અને નિર્ભય ભાવનાનું પ્રતીક છે.