ઈડન્સમાં પહેલી વાર હાર્યું ગુજરાત, કલકત્તાની આશા જીવંત

17 May, 2026 08:33 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

ફિન ઍલન ફરી વીફર્યો, ૧૦ સિક્સર સાથે મેદાન ગજવ્યું પણ ૭ રનથી સદી ચૂક્યો, કમબૅક-મૅચમાં ફરી ઇન્જર્ડ થયો મથીશા પથિરાના

ફિન ઍલન

ઇલેક્શનને લીધે લગભગ એક મહિનાના બ્રેક બાદ ઈડન ગાર્ડન્સમાં કલકત્તાએ આપેલા ૨૪૮ રનના મસમોટા ટાર્ગેટ સામે ગુજરાત કૅપ્ટન શુભમન ગિલ અને જોસ બટલરની આક્રમક ઇનિંગ્સ છતાં ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૧૮ રન બનાવી શક્યું હતું અને ૨૯ રનથી એણે હાર જોવી પડી હતી. કલકત્તાના આ આઇકૉનિક ઈડન્સ ગાર્ડન્સમાં ગુજરાત આ પહેલાં ત્રણ મૅચ રમ્યું હતું અને ત્રણેય મૅચ જીત્યું હતું. આ જીત સાથે કલકત્તાની પ્લે-ઑફની આશા જીવંત રહી છે. મસ્ટ વિન મૅચમાં કલકત્તાએ ફિન ઍલન (૩૫ બૉલમાં ૧૦ સિક્સર અને ચાર ફોર સાથે ૯૩ રન), અંગક્રિશ રઘુવંશી (૪૪ બૉલમાં ૭ સિક્સર અને ૪ ફોર સાથે અણનમ ૮૨ રન) અને કૅમરન ગ્રીન (૨૮ બૉલમાં ૪ સિક્સર અને ૩ ફોર સાથે અણનમ બાવન રન)ની અફલાતૂન ઇનિંગ્સના જોરે ૨૦ ઓવરમાં બે વિકેટે ૨૪૭ રન બનાવી લીધા હતા.  IPLમાં ગુજરાત ટાઇટન્સ સામે કોઈ પણ ટીમે બનાવેલો હાઇએસ્ટ સ્કોર બન્યો હતો. ઇન્જરી બાદ સીઝનની પહેલી મૅચ રમી રહેલા શ્રીલંકન પેસ બોલર મ‌થીશા પથિરાના ૧.૨ ઓવર બાદ ઇન્જર્ડ થઈને મેદાન છોડીને જતો રહ્યો હતો.

kolkata knight riders gujarat titans IPL 2026 sports sports news cricket news eden gardens