19 April, 2025 08:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાહુલ-અથિયાએ દીકરીને નામ આપ્યું ઇવારા વિપુલા રાહુલ
કે. એલ. રાહુલની ગઈ કાલે ૩૩મી વર્ષગાંઠ હતી અને એ નિમિત્તે તેણે અને તેની પત્ની અથિયા શેટ્ટીએ તેમની દીકરીનું નામ જાહેર કર્યું હતું. બન્નેએ પોતાની દીકરીનું નામ ઇવારા વિપુલા રાહુલ રાખ્યું છે. અથિયાએ આ નામ પાછળનો અર્થ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. સંસ્કૃત મૂળના શબ્દ ઇવારાનો અર્થ ભગવાનની ભેટ છે, જ્યારે તેનું મધ્યમ નામ વિપુલા તેની પરનાની વિપુલા કાદરી અને સંરક્ષકના સન્માનમાં રાખવામાં આવ્યું છે, જ્યારે રાહુલ તેના પપ્પાનું નામ છે.