IPLમાં ૩ ટીમો માટે ૩૦ કે એનાથી વધુ સિક્સર ફટકારનાર પહેલો બૅટર બન્યો કે. એલ. રાહુલ

26 May, 2026 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવિવારે લીગ-સ્ટેજની અંતિમ મૅચમાં કલકત્તા સામે દિલ્હીના ઓપનર કે. એલ. રાહુલે મોટો રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે ૨૦૦ના સ્ટ્રાઇક-રેટથી ૩૦ બૉલમાં પાંચ ફોર અને ચાર સિક્સની મદદથી ૬૦ રન કર્યા હતા.

કે. એલ. રાહુલ

રવિવારે લીગ-સ્ટેજની અંતિમ મૅચમાં કલકત્તા સામે દિલ્હીના ઓપનર કે. એલ. રાહુલે મોટો રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે ૨૦૦ના સ્ટ્રાઇક-રેટથી ૩૦ બૉલમાં પાંચ ફોર અને ચાર સિક્સની મદદથી ૬૦ રન કર્યા હતા. દિલ્હી માટે રિષભ પંત (૩૭ સિક્સ) બાદ કે. એલ. રાહુલ (૩૧ સિક્સ) એક સીઝનમાં ૩૦ પ્લસ સિક્સ ફટકારી શક્યો છે.

વર્તમાન IPL સીઝનમાં દિલ્હી માટે ૩૧ સિક્સ ફટકારીને કે. એલ. રાહુલે ક્રિસ ગેઇલ અને ગ્લેન મૅક્સવેલનો રેકૉર્ડ તોડ્યો છે. IPLમાં ૩ ટીમો માટે ૩૦ કે એનાથી વધુ સિક્સ ફટકારનાર કે. એલ. રાહુલ પહેલો બૅટર બન્યો છે. તેણે પંજાબ માટે ૨૦૧૮માં ૩૨ અને ૨૦૨૧માં ૩૦ સિક્સ ફટકારી હતી. ૨૦૨૨માં લખનઉ માટે કે. એલ. રાહુલે ૩૦ સિક્સ ફટકારી હતી.

ક્રિસ ગેઇલ બૅન્ગલોર માટે ૪ વખત અને પંજાબ માટે એક વખત જ્યારે ગ્લેન મૅક્સવેલ પંજાબ અને બૅન્ગલોર માટે એક-એક વખત આ કમાલ કરી ચૂક્યા છે. કે. એલ. રાહુલે ૧૪ મૅચમાં એક સદી અને પાંચ ફિફ્ટીની મદદથી દિલ્હી માટે આ સીઝનમાં સૌથી વધુ ૫૯૩ રન કર્યા હતા.

6: એક IPL સીઝનમાં બે વખત ૬ ફિફ્ટી પ્લસ સ્કોર ફટકારનાર વિકેટકીપર-બૅટર બન્યો કે. એલ. રાહુલ. રિષભ પંત (૨૦૧૮) અને પ્રભસિમરન સિંહે (૨૦૨૬) એક-એક વખત આવું કર્યું છે. 

kl rahul delhi capitals IPL 2026 cricket news sports news