કે. એલ. રાહુલ ભૂતકાળના બોજને છોડી દઈને બૅટિંગનો આનંદ માણી રહ્યો છે : ચેતેશ્વર પુજારા

25 April, 2025 02:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતનો વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલ હાલમાં IPL 2025ની સાત મૅચમાં ૩૨૩ રન ફટકારીને દિલ્હી કૅપિટલ્સનો હાઇએસ્ટ રન-સ્કોરર છે

લખનઉ સામે મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યા બાદ લખનઉના માલિક સંજીવ ગોયનકા સાથે વાત કરવા રોકાયો નહોતો કે. એલ. રાહુલ.

ભારતનો વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલ હાલમાં IPL 2025ની સાત મૅચમાં ૩૨૩ રન ફટકારીને દિલ્હી કૅપિટલ્સનો હાઇએસ્ટ રન-સ્કોરર છે. મંગળવારે તેણે પોતાની જૂની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ સામે મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમી હતી. મૅચ બાદ તે પોતાના જૂના હોમ ગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં લખનઉના માલિક સંજીવ ગોયનકા અને શાશ્વત સાથે હાથ મિલાવીને ઝડપથી આગળ વધી ગયો હતો. ગઈ સીઝનમાં મેદાન પર તેની બેઇજ્જતી કરનાર જૂના માલિક સાથે તે મંગળવારે વાત કરવા જરા પણ રોકાયો નહોતો.

IPLમાં ૧૩૦ ઇનિંગ્સમાં ૫૦૦૦ રન પૂરા કરવાનો રેકૉર્ડ કરનાર રાહુલ વિશે ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તે કહે છે, ‘બસ, આગળ વધો, ભૂતકાળનો બોજ ન લો અને એ સારી વાત છે. રાહુલ એક પરિપક્વ પ્લેયર છે. તે છેલ્લાં કેટલાંક વર્ષોથી બધી જ ફૉર્મેટમાં સારી બૅટિંગ કરી રહ્યો છે. તે ભૂતકાળ વિશે વિચારવા માગતો નથી અને તેની બૅટિંગનો આનંદ માણી રહ્યો છે. આગળ વધવું સારું છે જે તેને દિલ્હી કૅપિટલ્સ અને ભારતીય ટીમ માટે પણ સારું રમવામાં મદદ કરશે.’

IPLમાં ફાસ્ટેસ્ટ રનના માઇલસ્ટોન

૧૦૦૦ રન

શૉન માર્શ (૨૧ ઇનિંગ્સ)

૨૦૦૦ રન

ક્રિસ ગેઇલ (૪૮ ઇનિંગ્સ)

૩૦૦૦ રન

ક્રિસ ગેઇલ (૭૫ ઇનિંગ્સ)

૪૦૦૦ રન

કે. એલ. રાહુલ (૧૦૫ ઇનિંગ્સ)

૫૦૦૦ રન

કે. એલ. રાહુલ (૧૩૦ ઇનિંગ્સ)

૬૦૦૦ રન

ડેવિડ વૉર્નર (૧૬૫ ઇનિંગ્સ)

૭૦૦૦ રન

વિરાટ કોહલી (૨૨૫ ઇનિંગ્સ)

૮૦૦૦ રન

વિરાટ કોહલી (૨૪૪ ઇનિંગ્સ)

 

kl rahul indian premier league IPL 2025 lucknow super giants cricket news sports news sports