09 November, 2026 02:46 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કે.એલ. રાહુલે પુરસ્કાર તરીકે મળેલો સ્માર્ટફોન મહિલા મૅચ-અધિકારીને ગિફ્ટમાં આપી દીધો
ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી વન-ડે મૅચમાં કે.એલ. રાહુલે ૩૮ બૉલમાં બે-બે ફોર અને સિક્સ ફટકારીને ૨૬ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સની સાથે બે કૅચ પકડવા બદલ વિકેટકીપર-બૅટર કે.એલ. રાહુલને ગેમચેન્જર ઑફ ધ મૅચ અવૉર્ડ તરીકે સ્માર્ટફોન મળ્યો હતો.
કે.એલ. રાહુલે આ ફોન ત્યાં હાજર મહિલા મૅચ-અધિકારીને ભેટમાં આપી દીધો હતો. આ મહિલા અધિકારીએ કહ્યું કે ‘મને થોડું આશ્ચર્ય થયું. આ ફોન આપવો એ તેનું ખૂબ જ ઉદારતાવાળું
કાર્ય હતું. સાચું કહું તો મને બિલકુલ અપેક્ષા નહોતી.’