04 October, 2026 04:07 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શાઇ હોપ
ગઈ કાલે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રીજી વન-ડેમાં કૅરિબિયનોએ ૩૫૨ રનનો તોતિંગ ટાર્ગેટ ૪૮.૨ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ઓપનિંગમાં આવેલા કૅપ્ટન શાઇ હોપે અણનમ રહીને ૧૪૩ બૉલમાં ૧૬૨ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમી હતી. ભારત વતી કે.એલ. રાહુલે ૮૭ બૉલમાં અણનમ ૧૨૯ રન કર્યા હતા. રોહિત શર્મા ૮૫ બૉલમાં ૯૨ રન કરીને સદી ચૂક્યો હતો. વિરાટ કોહલી પહેલા જ બૉલમાં ઝીરો પર આઉટ થઈ ગયો હતો. ભારતે સિરીઝ ૨-૧થી જીતી હતી.