નવી IPL ટીમની જાહેરાત બાદ સૌરવ ગાંગુલીને કેમ આપવું પડ્યું રાજીનામુ, જાણો અહીં...

27 October, 2021 07:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ATK Mohun Baganના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તેમણે આની પાછળના કારણો પણ જણાવ્યા છે. 

તસવીર સૌજન્ય મિડ-ડે

BCCIએ આગામી આઇપીએલ સીઝન માટે બે નવી ટીમની જાહેરાત કરી દીધી છે. લખનઉ અને અમદાવાદના નામે બે નવી ફ્રેન્ચાઇઝી આવતી સીઝનમાં દેખાશે. 

ATK Mohun Baganના નિદેશક પદ પરથી આપ્યું રાજીનામુ
બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ATK Mohun Baganના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તેમણે આની પાછળના કારણો પણ જણાવ્યા છે. 

જણાવવાનું કે એટીકે મોહન બાગાન આરપીએસજી વેન્ચર્સ લિમિટેડ (RPSG Group)નું ઑનરશિપ ધરાવતી ફુટબૉલ ટીમ છે, જેણે સોમવારે એક રેકૉર્ડ 7,090 કરોડ રૂપિયાની બોલી લગાડીને આઇપીએલની નવી ટીમ ખરીદી છે. ગાંગુલીને લાગે છે કે તેના પ્રેસિડેન્ટ રહેવાની સાથે જો તે આ ગ્રુપ સાથે રહેશે તો નિષ્પક્ષ કામ કરવામાં તેમને મુશ્કેલી નડી શકે છે.

આરપી-એસજી સમૂહે ખરીદી લખનઉની ટીમ
સૌરવ ગાંગુલી સંભવિત હિતના અથડામણના વિવાદથી બચવા માટે એટીકે મોહન બાગાનના નિદેશક તરીકે પદને છોડવાનો નિર્ણય લીધો છે. RP-SG સમૂહ કોલકાતાના દિગ્ગજ ઉદ્યોગપતિ સંજીવ ગોયંકાની કંપનીએ સૌથી વધારે બોલી લગાડીને લખનઉની ફ્રેન્ચાઇઝી ખરીદી છે.

ફુટબૉલ ક્લબના શૅરહૉલ્ડર પણ છે ગાંગુલી
નોંધનીય છે કે પૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ મોહન બાગાનમાં પોતાની ભૂમિકા પરથી હટવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. મોહન બાગાન ભારતીય ફુટબૉલના બે સૌથી સન્માનિત અને લોકપ્રિય ક્લબમાંની એક છે, જે ઇન્ડિયન સુપર લીગનો ભાગ છે. મોહન બાગાન બૉર્ડના નિદેશકોમાંના એક હોવા સિવાય ગાંગુલી એક શૅરહૉલ્ડર પણ છે.

બીસીસીઆઇને થશે અરબોનો લાભ
આઇપીએલની બે નવી ટીમની જાહેરાત થઈ ગઈ છે. આની સાથે જ 2022થી આઇપીએલમાં 8ને બદલે 10 ટીમ એક-બીજા સામે રમતી જોવા મળશે. આ ટીમ અમદાવાદ અને લખનઉ છે.

ઑક્શનમાં અમદાવાદને સીવીસી કૅપિટલે 5600 કરોડ રૂપિયામાં જ્યારે લખનઉની ટીમને આરપી સંજીવ ગોયંકા ગ્રુપે 7090 કરોડ રૂપિયામાં ખરીદી છે. એટલે કે આ બન્ને ટીમ પાસેથી બીસીસીઆઇને લગભગ 12,690 હજાર કરોડ રૂપિયા મળ્યા છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે લીગમાં 10 ટીમ હશે.

ipl 2021 sports news sports cricket news sourav ganguly