03 July, 2026 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૃણાલ પંડ્યાએ પણ મુંબઈને કહ્યું ગુડબાય
હાર્દિક પંડ્યા બાદ તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યાએ પણ મુંબઈ છોડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. કૃણાલ પંડ્યાની પત્ની પંખુડી શર્માએ બુધવારે ઇન્સ્ટાગ્રામ પર મુંબઈને વિદાય આપતી એક ઇમોશનલ પોસ્ટ શૅર કરી હતી.
પંખુડી શર્માએ લખ્યું, ‘૨૦૧૩થી આ શહેરે મને હિંમત, પ્રેમ અને આત્મવિશ્વાસ આપ્યો છે. મુંબઈએ મારા જીવનને આકાર આપ્યો છે.’
કૃણાલ અને હાર્દિક વચ્ચે અણબનાવના સમાચાર વચ્ચે બન્ને ભાઈઓએ મુંબઈ છોડ્યું એ વાતની ક્રિકેટ ફૅન્સમાં ભારે ચર્ચા થઈ રહી છે. કૃણાલ પંડ્યા પત્ની અને બાળકો સાથે ક્યાં શિફ્ટ થયો છે એની પુષ્ટિ થઈ નથી.