07 June, 2025 07:25 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
કોઈ પણ મોટી જાહેરાત વગર સગાઈ કરી લીધી ૩૦ વર્ષના કુલદીપ યાદવે.
ભારતીય સ્પિનર કુલદીપ યાદવે ગઈ કાલે લખનઉમાં એક પ્રાઇવેટ ઇવેન્ટમાં પોતાની બાળપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી હતી. આ સમારોહમાં તેના નજીકના પરિવારના સભ્યો અને મિત્રો સહિત ઉત્તર પ્રદેશનો કુલદીપનો સાથી-પ્લેયર રિન્કુ સિંહ પણ હાજર રહ્યો હતો.