14 March, 2026 05:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આજે વર્લ્ડ કપ ચૅમ્પિયન કુલદીપ યાદવ દુલ્હેરાજા બનશે
ભારતીય સ્પિનર કુલદીપ યાદવ આજે ઉત્તરાખંડના મસૂરીમાં પોતાની બાળપણની મિત્ર વંશિકા સાથે લગ્નના બંધનમાં બંધાશે. ગયા વર્ષે જૂનમાં બન્નેએ સગાઈ કરી હતી.
ગઈ કાલે મસૂરીના એક લક્ઝરી રિસૉર્ટમાં મેંદી, હલ્દી અને સંગીત-સેરેમનીનું આયોજન થયું હતું. આ સેરેમનીમાં ફૅમિલીના સભ્યો સહિત યુઝવેન્દ્ર ચહલ, રિન્કુ સિંહ અને ભુવનેશ્વર કુમાર સહિતના ક્રિકેટર્સે પણ હાજરી આપી હતી. યુઝવેન્દ્ર ચહલ પોતાના આ ખાસ મિત્રની ખુશીમાં સૌથી વધુ ખુશ જોવા મળ્યો હતો.