15 November, 2025 02:28 PM IST | Eden Gardens | Gujarati Mid-day Correspondent
કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરીને સાઉથ આફ્રિકાની બે વિકેટ લીધી હતી.
ભારતીય સ્પિનર કુલદીપ યાદવે સાઉથ આફ્રિકા સામેની સિરીઝ વચ્ચે અચાનક રજા માગી છે. અહેવાલ અનુસાર આ મહિનાના અંતમાં તેનાં લગ્ન નક્કી થયાં હોવાથી તેણે એક અઠવાડિયા માટેની મૅરેજ-લીવની અપીલ કરી છે.
ટીમ-મૅનેજમેન્ટે કુલદીપની વિનંતી પર હજી સુધી અંતિમ નિર્ણય નથી લીધો. જો તેની રજા મંજૂર થશે તો તે બીજી ટેસ્ટ-મૅચ અને વન-ડે સિરીઝની શરૂઆતની મૅચમાં જોવા નહીં મળે. જૂન મહિનામાં તેણે બાળપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી હતી.