કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં કુલદીપ યાદવે લીધી ૧૦ વિકેટ

12 September, 2026 03:42 PM IST  |  Britain | Gujarati Mid-day Correspondent

કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં કુલદીપ યાદવે લીધી ૧૦ વિકેટ, ફર્સ્ટ ક્લાસ-ક્રિકેટમાં પોતાનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન નોંધાવ્યું

કુલદીપ યાદવ

ભારતીય સ્પિનર ​​કુલદીપ યાદવે બ્રિટનમાં કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં યૉર્કશર તરફથી એસેક્સ સામે રમતાં પોતાની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.​​ કુલદીપ યાદવે આ મૅચમાં ૧૨૦ રન આપીને ૧૦ વિકેટ ઝડપી હતી.
કુલદીપ યાદવે પ્રથમ દાવમાં ૭૦ રન આપીને ૪ વિકેટ અને બીજા દાવમાં ૫૦ રન આપીને ૬ વિકેટ લીધી, જેનાથી યૉર્કશરને એસેક્સ સામે એક ઇ‌નિંગ્સ અને ૧૦૬ રનથી વિજય મેળવવામાં મદદ મળી હતી.

cricket news Kuldeep Yadav sports news sports great britain