13 September, 2025 04:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમ્પાયર કુમાર ધર્મસેનાની પત્ની ટ્રોલ થઈ યે તો રાખી સાવંત લગ રહી હૈ
શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્તમાન ક્રિકેટ અમ્પાયર કુમાર ધર્મસેનાએ હાલમાં પોતાની પત્ની સાથેનો ફોટો શૅર કર્યો હતો. તેની પત્ની દુષ્યંતી ગુણવર્ધનેનો લુક ટીવી અને બૉલીવુડ અભિનેત્રી રાખી સાવંત સાથે સામ્યતા ધરાવતો હતો. જેને કારણે ફોટો-પોસ્ટની કમેન્ટમાં લોકોએ કમેન્ટ કરી કે યે તો રાખી સાવંત લગ રહી હૈ. ૨૫૦થી વધુ ઇન્ટરનૅશનલ મૅચોમાં અમ્પાયરિંગ કરનાર ૫૪ વર્ષના કુમાર ધર્મસેનાને T20 એશિયા કપ 2025ની અમ્પાયર પૅનલમાં સ્થાન નથી મળ્યું.