✕

અન્ડર-19 વન-ડે એશિયા કપ 2026 માટેની ભારતીય સ્કવૉડમાં સેહવાગ, દ્રવિડના દીકરાઓનો સમાવેશ થયો

31 October, 2026 10:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લક્ષ્ય રાયચંદાની ભારતીય ટીમનું નેતૃત્વ કરશે

અન્વય દ્રવિડ અને આર્યવીર સેહવાગ

ઓમાનના મસ્કત ખાતે પાંચથી ૧૪ નવેમ્બર દરમ્યાન યોજાનારા મેન્સ અન્ડર-19 વન-ડે એશિયા કપમાં ઉત્તરાખંડનો લક્ષ્ય રાયચંદાની ભારતીય ટીમની કમાન સંભાળશે. મધ્ય પ્રદેશનો યશવર્ધન ચૌહાણ વાઇસ-કૅપ્ટનની ભૂમિકામાં જોવા મળશે. 

આ ટીમમાં ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દર સેહવાગનો મોટો દીકરો આર્યવીર સેહવાગ અને ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન તથા કોચ રાહુલ દ્રવિડનો નાનો દીકરો અન્વય દ્રવિડ પણ સામેલ છે. હાલમાં ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી વન-ડે સિરીઝમાં પણ સેહવાગ અને દ્રવિડના દીકરાઓ એકસાથે રમ્યા હતા.

આ ટુર્નામેન્ટમાં ૮ ટીમો ભાગ લઈ રહી છે અને ચાર-ચાર ટીમોનાં બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટૉપની બે ટીમો સેમી-ફાઇનલમાં પ્રવેશ કરશે. ભારત ગ્રુપ Aમાં ૬ નવેમ્બરે નેપાલ, ૮ નવેમ્બરે પાકિસ્તાન અને ૧૦ નવેમ્બરે UAE સામે ટકરાશે.

rahul dravid virender sehwag oman lakshya cricket news sports news sports team india indian cricket team