લલિત મોદીએ IPL ક્રિકેટરના બ્લૅકમેલ રૅકેટ વિવાદમાં રાજીવ શુક્લાના સેક્રેટરી પર ગંભીર આરોપ લગાવ્યો

15 May, 2026 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ક્રિકેટ બોર્ડના એક અધિકારીના સેક્રેટરીના કાંડ વિશે મહત્ત્વપૂર્ણ અહેવાલ સામે આવ્યા છે. અધિકારીના સેક્રેટરીએ એક ક્રિકેટર પાસે IPL કરાર માટે કમિશન માગ્યું હતું અને તેણે પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યા પછી તેને બ્લૅકમેલ કરવાનું શરૂ કર્યું હતું.

લલિત મોદી અને રાજીવ શુક્લા

ભારતીય ક્રિકેટ બોર્ડના એક અધિકારીના સેક્રેટરીના કાંડ વિશે મહત્ત્વપૂર્ણ અહેવાલ સામે આવ્યા છે. અધિકારીના સેક્રેટરીએ એક ક્રિકેટર પાસે IPL કરાર માટે કમિશન માગ્યું હતું અને તેણે પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યા પછી તેને બ્લૅકમેલ કરવાનું શરૂ કર્યું હતું. ક્રિકેટરના અંગત જીવનનો પર્દાફાશ કરવા માટે સેક્રેટરીએ એક પત્રકાર સાથે હાથ મિલાવ્યા હોવાના પણ અહેવાલ છે.
IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીએ આ વિવાદ વિશે કમેન્ટ કરતાં કહ્યું હતું કે ‘મને સૂત્રો પાસેથી આ વાત જાણવા મળી છે કે IPL ક્રિકેટરને નિશાન બનાવતા બ્લૅકમેલ રૅકેટ સાથે જોડાયેલી વ્યક્તિ ક્રિકેટ બોર્ડના ઉપાધ્યક્ષ અને કૉન્ગ્રેસના રાજ્યસભાના સંસદસભ્ય રાજીવ શુક્લાના સેક્રેટરી છે. આની ગંભીરતાથી તપાસ કરવાની જરૂર છે.’

lalit modi rajeev shukla IPL 2026 cricket news sports news