જો હું હજી પણ IPLનો ચૅરમૅન હોત તો મેં તાત્કાલિક સંજીવ ગોયનકા પર પ્રતિબંધ મૂક્યો હોત: લલિત મોદી

04 April, 2026 05:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લખનઉ સુપર જાયન્ટ્સના માલિક અને બિઝનૅસમૅન સંજીવ ગોયનકાને જોકર કહ્યા બાદ લલિત મોદીએ ફરી એક વખત તેમના પર શાબ્દિક હુમલો કર્યો છે.

સંજીવ ગોયનકા અને લલિત મોદી

લખનઉ સુપર જાયન્ટ્સના માલિક અને બિઝનૅસમૅન સંજીવ ગોયનકાને જોકર કહ્યા બાદ લલિત મોદીએ ફરી એક વખત તેમના પર શાબ્દિક હુમલો કર્યો છે. IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીએ લખનઉની દિલ્હી સામેની હાર બાદ સંજીવ ગોયનકા કૅપ્ટન રિષભ પંત અને હેડ કોચ જસ્ટિન લૅન્ગરનો મેદાન પર ક્લાસ લેતા હોય એવો વિડિયો વાઇરલ થતાં રોષ વ્યક્ત કર્યો હતો.

લલિત મોદીએ સોશ્યલ મીડિયા પ્લેટફૉર્મ X પર લખ્યું હતું કે ‘આ જોકર IPL ટીમનો માલિક બનવા માટે અયોગ્ય છે અને તેના પર વિશ્વભરમાં ક્રિકેટમાંથી પ્રતિબંધ મૂકવો જોઈએ. તે ક્રિકેટની રમત માટે ઝેર છે અને તે ખૂબ જ ઝેરી સ્વભાવ ધરાવે છે. તે કૅપ્ટન-કોચ સાથે મેદાન પર જેવી રીતે વર્તન કરે છે એ લીગની ભાવના વિરુદ્ધ છે. જો હું હજી પણ ચૅરમૅન રહ્યો હોત તો મેં તાત્કાલિક તેના પર પ્રતિબંધ મૂકીને ટીમની માલિકી કાયમ માટે છીનવી લીધી હોત.’

સોશ્યલ મીડિયા પર ભારે ટ્રોલિંગ થયું ત્યારે લખનઉની ટીમે એક વિડિયો શૅર કર્યો હતો જેમાં માલિક, કોચ અને કૅપ્ટન ચર્ચા પહેલાં મેદાન પર હળવા અંદાજમાં ગળે મળતા અને વાતચીત કરતા જોવા મળ્યા હતા. 

lalit modi lucknow super giants IPL 2026 social media cricket news sports news