18 September, 2026 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૌરવ ગાંગુલી
ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટ ક્લબ લેસ્ટરશરને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. શિસ્ત સમિતિએ પિચના નિયમોના ઉલ્લંઘન બદલ ૨૭ પૉઇન્ટ કાપીને ટીમને કાઉન્ટી ચૅમ્પિયનશિપ ડિવિઝન વનમાંથી બહાર કરી છે. ક્લબ પર ૫૦૦૦ પાઉન્ડનો દંડ પણ લગાવ્યો છે.
લેસ્ટરશરના હોમ ગ્રાઉન્ડના પિચ ક્યુરેટરે કહ્યું કે ‘મૅચના ૪ દિવસ પહેલાં અહીં સૌરવ ગાંગુલીની બાયોપિકનું પહેલાંથી નક્કી ન હતું એવું શૂટિંગ થયું હતું. એના કારણે અમને પિચ પર કામ કરવાનો સમય ન મળ્યો અને પિચની સ્થિતિ બગડી ગઈ.’
ફિલ્મના શૂટિંગ પછી યોજાયેલી એક મૅચમાં પિચ પર અસમાન બાઉન્સની ૪૩ ઘટનાઓ નોંધાઈ હતી.