લખનઉ સુપર જાયન્ટ્સે ફુટબૉલ ટીમોથી પ્રેરિત નવી IPL ટીમ જર્સી લૉન્ચ કરી

01 March, 2026 11:21 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ જર્સીની ડિઝાઇન ફુટબૉલ ક્લબની બાર્સેલોના, AC મિલાન અને ક્રિસ્ટલ પૅલેસની જર્સીઓ જેવી જ છે.

લખનઉ સુપર જાયન્ટ્સ

લખનઉ સુપર જાયન્ટ્સે IPL 2026 પહેલાં એના નવા લોગો બાદ નવી જર્સી લૉન્ચ કરી છે. લખનઉ ટીમના નિવેદનમાં કહેવામાં આવ્યું કે ‘જર્સીની નવી ડિઝાઇન લખનઉ અને ઉત્તર પ્રદેશના સાંસ્કૃતિક ફૅબ્રિકમાંથી પ્રેરિત છે. લાલ અને વાદળી રંગની બોલ્ડ પટ્ટાવાળી આ જર્સી વિશે સોશ્યલ મીડિયા પર ફૅન્સ તેની સરખામણી ફુટબૉલ ટીમની જર્સીઓ સાથે કરી રહ્યા છે. આ જર્સીની ડિઝાઇન ફુટબૉલ ક્લબની બાર્સેલોના, AC મિલાન અને ક્રિસ્ટલ પૅલેસની જર્સીઓ જેવી જ છે.

IPL 2026 lucknow super giants cricket news sports news sports