ગુજરાત સામે જીતનો ચોગ્ગો ફટકારવા ઊતરશે લખનઉ

12 April, 2026 08:37 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

બન્ને ટીમ વચ્ચે રમાયેલી પહેલી ૪ મૅચમાં ગુજરાતે અને છેલ્લી ૩ મૅચમાં લખનઉએ બાજી મારી છે

લખનઉ ટીમના સલાહકાર કેન વિલિયમસન સાથે પોઝ આપતો ગુજરાતનો કૅપ્ટન શુભમન ગિલ.

IPL 2026ના ચોથા ડબલ-હેડરમાં આજની પહેલી મૅચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે. શરૂઆતની ૩ મૅચમાંથી છેલ્લી બે મૅચ જીતનાર લખનઉ અને દિલ્હી સામે એક રનથી એકમાત્ર મૅચ જીતનાર ગુજરાત માટે આજે વિજય-ટ્રૅક પર યથવાત્ રહેવાનો પડકાર રહેશે. હારની નિરાશા સાથે સીઝનની શરૂઆત કરનાર બન્ને ટીમને અંતિમ મૅચોમાં વિજયને કારણે ગજબનો આત્મવિશ્વાસ મળ્યો છે. 

મૅચનો સમય બપોરે ૩.૩૦ વાગ્યાથી

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ

મૅચ : ૭

ગુજરાતની જીત : ૪

લખનઉની જીત : ૩ 

બન્ને ટીમ વચ્ચે રમાયેલી પહેલી ૪ મૅચમાં ગુજરાતે અને છેલ્લી ૩ મૅચમાં લખનઉએ જીત નોંધાવી હતી. એકાના સ્ટેડિયમમાં ગુજરાત પોતાની ત્રણેય મૅચ લખનઉ સામે જ રમ્યું છે. એમાંથી ૨૦૨૩ની પહેલી મૅચમાં જીત મળી હતી અને છેલ્લી બન્ને સીઝનની મૅચમાં એક-એક હાર મળી હતી. ગયા સીઝનની ૪ સહિત લખનઉ પોતાના હોમ ગ્રાઉન્ડ પર સતત પાંચ મૅચથી મૅચ નથી જીત્યું. લખનઉ આ મેદાન પર બાવીસમાંથી ૯ મૅચ જીત્યું છે. ૧૨ મૅચમાં હાર મળી છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી.

IPL 2026 gujarat titans shubman gill kane williamson Rishabh Pant lucknow super giants cricket news sports sports news