21 April, 2026 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૉશ ઇંગ્લિસે પોતાની પાર્ટનર મેગન કિનકાર્ટ સાથે ૧૮ એપ્રિલે ઑફિશ્યલી લગ્ન કર્યાં
ઑસ્ટ્રેલિયન ક્રિકેટર જૉશ ઇંગ્લિસે પોતાની પાર્ટનર મેગન કિનકાર્ટ સાથે ૧૮ એપ્રિલે ઑફિશ્યલી લગ્ન કર્યાં છે. ૩૧ વર્ષના આ વિકેટકીપર-બૅટરે ગઈ કાલે તેનાં લગ્નના વિડિયો અને ફોટો શૅર કર્યા હતા જેમાં બન્નેનો બે વર્ષનો દીકરો ઑસ્કર પણ હાજર રહ્યો હતો. IPL 2026 માટે લખનઉ સુપર જાયન્ટ્સે તેને ૮.૬ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ લગ્નની તૈયારીને કારણે તે હજી ટુર્નામેન્ટ માટે ભારત આવી શક્યો નથી. નવી સીઝનમાં મર્યાદિત ઉપલબ્ધતાને કારણે જ પંજાબ કિંગ્સે તેને મિની ઑક્શન પહેલાં રિલીઝ કર્યો હતો. લખનઉની ટીમ ૬ મૅચમાંથી ૪ મૅચ હારીને હાલમાં સંઘર્ષ કરી રહી છે. પંજાબ સામેના પરાજયથી આ ટીમે હારની હૅટ-ટ્રિક કરી છે.