શ્રી લુહાર સુથાર જ્ઞાતિની પ્રીમિયર લીગની રોમાંચક પ્રથમ સીઝન યોજાઈ

21 October, 2021 04:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિજેતા ટીમને ટ્રોફી તથા મેડલ તેમ જ રોકડ પુરસ્કાર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું

શ્રી લુહાર સુથાર જ્ઞાતિના યુવકોની ચૅમ્પિયન ટીમ

શ્રી લુહાર સુથાર જ્ઞાતિ દ્વારા તાજેતરમાં યુવક-યુવતીઓ માટે પ્રીમિયર લીગની ક્રિકેટ સીઝન-૧નું ભાઈંદરના કસ્તુરી ગાર્ડન, મેક્સસ મૉલની પાછળના ટર્ફ ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. યુવકોની કુલ ૧૦ ટીમ અને યુવતીઓની બે ટીમે આ રોમાંચક ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ફાઇનલમાં બ્લૅક સ્મિથ મુંબઈ-૧૧ ટીમ વિજેતા થઈ હતી અને એ મુકાબલામાં રનર-અપ ટીમ રૉયલ રન્નાદે ઍન્ડ જે. ડી. નામની ટીમે સારું પ્રદર્શન કર્યું હતું.

શ્રી લુહાર સુથાર જ્ઞાતિના યુવતીઓની ચૅમ્પિયન ટીમ

યુવતીઓની ટુર્નામેન્ટમાં પણ જોરદાર ટક્કર થઈ હતી અને છેવટે ડ્રીમ વૉરિયર્સ ટીમ ચૅમ્પિયન બની હતી. જોકે રનર-અપ ટીમ વિવેશિયસ દીવા ટીમે પણ સારું પર્ફોર્મ કર્યું હતું. વિજેતા ટીમને ટ્રોફી તથા મેડલ તેમ જ રોકડ પુરસ્કાર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રીમિયર લીગના આયોજકો તેમ જ સ્પૉન્સર્સ અને આમંત્રિત મહેમાનોનું સન્માન કરાયું હતું. જ્ઞાતિજનો તેમ જ ખેલાડીઓ શ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ (મુંબઈ)ના કમિટી-મેમ્બરોના સાથ-સહકાર તેમ જ કાર્યક્રમને સફળ બનાવવા માટેના તેમના પ્રયત્નોથી ખૂબ પ્રભાવિત થયા હતા.

sports sports news cricket news