ઝારખંડમાં પ્લૉટનો ખોટો ઉપયોગ કરવા બદલ મહેન્દ્ર સિંહ ધોનીને મળી સરકારી નોટિસ

01 March, 2026 11:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૫૦૦૨ ચોરસ ફુટનો આ પ્લૉટ ફક્ત રહેણાક હેતુઓ માટે ફાળવવામાં આવ્યો હતો. વેપારી પ્રવૃત્તિ સામે આવ્યા પછી હવે તપાસ શરૂ કરવામાં આવી છે. નોટિસનો જવાબ આપવામાં ધોની નિષ્ફળ જશે તો પ્લૉટની ફાળવણી રદ થઈ શકે છે.

IPL 2026 માટે ચેન્નઈ સુપર કિંગ્સના પ્રૅક્ટિસ-કૅમ્પમાં જોડાતાં પહેલાં ધોનીએ રાંચીના દેવરી મંદિરમાં દર્શન કર્યાં હતાં.

ઝારખંડ રાજ્ય આવાસ બોર્ડ દ્વારા ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નોટિસ ફટકારવામાં આવી છે. તેના પર રાંચીના હરમૂમાં શૌર્ય આવાસ ખાતે રહેણાક પ્લૉટનો ઉપયોગ પૅથોલૉજી લેબ સહિતના વેપારી હેતુઓ માટે કરવાનો આરોપ છે. ધોનીને પોતાનો પક્ષ રજૂ કરવા માટે અંતિમ તક આપવામાં આવી છે. ધોનીને ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ૨૦૦૬માં અર્જુન મુંડા સરકાર દરમ્યાન આ પ્લૉટ મફતમાં ફાળવવામાં આવ્યો હતો. ૫૦૦૨ ચોરસ ફુટનો આ પ્લૉટ ફક્ત રહેણાક હેતુઓ માટે ફાળવવામાં આવ્યો હતો. વેપારી પ્રવૃત્તિ સામે આવ્યા પછી હવે તપાસ શરૂ કરવામાં આવી છે. નોટિસનો જવાબ આપવામાં ધોની નિષ્ફળ જશે તો પ્લૉટની ફાળવણી રદ થઈ શકે છે.

ms dhoni mahendra singh dhoni ranchi IPL 2026 chennai super kings cricket news sports news sports