સાધારણ પ્રદર્શન છતાં સિડની ટેસ્ટમાં રમશે મિચલ માર્શ?

01 January, 2025 09:40 AM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયન ટીમ માટે છઠ્ઠા ક્રમે બૅટિંગ કરતા મિચલ માર્શે ભારત સામે છેલ્લી ચાર ટેસ્ટમાં ૭૩ રન બનાવ્યા અને ૩૩ ઓવરમાં ૧૩૯ રન આપી ત્રણ વિકેટ ઝડપી છે.

મિચલ માર્શ

ઑસ્ટ્રેલિયન ટીમ માટે છઠ્ઠા ક્રમે બૅટિંગ કરતા મિચલ માર્શે ભારત સામે છેલ્લી ચાર ટેસ્ટમાં ૭૩ રન બનાવ્યા અને ૩૩ ઓવરમાં ૧૩૯ રન આપી ત્રણ વિકેટ ઝડપી છે. તેની બૅટિંગ-ઍવરેજ માત્ર ૧૦.૪૨ છે જે એકવીસમી સદીમાં એક ઑસ્ટ્રેલિયન બૅટરની ઘરઆંગણાની ટેસ્ટ-સિરીઝમાં સૌથી લોએસ્ટ ઍવરેજનો રેકૉર્ડ છે.

સાધારણ પ્રદર્શન છતાં ઑસ્ટ્રેલિયાના હેડ કોચ ઍન્ડ્રયુ મૅક્ડોનાલ્ડ કહે છે કે ‘તેની માનસિક તૈયારી સારી છે, એમાં કોઈ શંકા નથી કે પ્રદર્શન વધુ સારું હોવું જોઈએ. છેલ્લી ચાર ટેસ્ટમાં તે આવું કરી શક્યો નહોતો, પરંતુ અમે ચિંતિત નથી. લોકો તેના સાધારણ પ્રદર્શનને ખૂબ મહત્ત્વ આપી રહ્યા છે. બોલિંગમાં અમને તેની જરૂર નહોતી.’

સિડની ટેસ્ટમાં તેને પ્લેઇંગ-ઇલેવનમાં રમવાની તક મળશે કે નહીં એના પર સૌની નજર રહેશે.  

australia mitchell marsh sydney cricket news sports sports news