24 April, 2026 03:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૫૩ વર્ષનો થયો માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર
ક્રિકેટજગતનો મહાન બૅટર સચિન તેન્ડુલકર આજે ૫૩ વર્ષનો થયો છે. ૬૬૪ મૅચોમાં ૧૦૦ સદી અને ૧૬૪ ફિફટીના આધારે સૌથી વધુ ૩૪,૩૫૭ રન કરનાર આ માસ્ટર બ્લાસ્ટરના અનેક રેકૉર્ડ આજે પણ અકબંધ છે. હાલમાં તેણે છત્તીસગઢના દંતેવાડામાં બાળકો વચ્ચે ઍડ્વાન્સમાં વર્ષગાંઠની ઉજવણી કરી હતી. સચિન તેન્ડુલકર ફાઉન્ડેશનની એક ઇવેન્ટ દરમ્યાન થયેલી આ ઉજવણીમાં સચિનની દીકરી સારા અને પુત્રવધૂ સાનિયા પણ હાજર રહી હતી.