ચેન્નઈ સુપર કિંગ્સના હેડ કોચની ભૂમિકા માટે દિનેશ કાર્તિક તૈયાર છે: મૅથ્યુ હેડન

25 August, 2026 02:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટીફન ફ્લેમિંગના CSKના હેડ કોચ પદેથી છૂટા પડ્યા બાદ મૅથ્યુ હેડને દિનેશ કાર્તિકને આ જવાબદારી માટે યોગ્ય ગણાવ્યો છે. હેડનના મતે ચેન્નઈને મુખ્ય કોચ તરીકે સ્થાનિક અથવા ચેન્નઈ સાથે જોડાયેલો ચહેરો પસંદ કરવો જોઈએ.

દિનેશ કાર્તિક અને મેથ્યુ હેડન

સ્ટીફન ફ્લેમિંગ ચેન્નઈ સુપર કિંગ્સથી છૂટો પડ્યો એ પછી ટીમનું હેડ કોચ પદ ખાલી છે. ઑસ્ટ્રેલિયાના અને ચેન્નઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ખેલાડી મૅથ્યુ હેડને ટીમના હેડ કોચ પદ માટે ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિકને સમર્થન આપ્યું છે. 
મૅથ્યુ હેડન હાલમાં ગુજરાત ટાઇટન્સનો બૅટિંગ કોચ છે, જ્યારે દિનેશ કાર્તિક હાલમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુનો મેન્ટર અને બૅટિંગ કોચ છે. ૪૧ વર્ષના દિનેશ કાર્તિકનો જન્મ ચેન્નઈમાં જ થયો છે. 
 મૅથ્યુ હેડન કહે છે,’ચેન્નઈ સુપર કિંગ્સના હેડ કોચની ભૂમિકા માટે દિનેશ કાર્તિક તૈયાર છે. મને ખબર છે કે ઘણી ફ્રૅન્ચાઇઝીઓ ઇન્ટરનૅશનલ કોચ પસંદ કરે છે પરંતુ મને લાગે છે કે ચેન્નઈને મુખ્ય કોચની ભૂમિકા માટે સ્થાનિક કોચ અથવા ચેન્નઈ ટચની (ચેન્નઈમાં જન્મેલા કોચ) જરૂર છે.’

chennai super kings dinesh karthik IPL 2026 cricket news sports news sports