વિદેશી પ્લેયર્સ IPLને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કરતાં મોટું માને છે: મૅથ્યુ હેડન

25 April, 2026 05:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને ગુજરાત ટાઇટન્સના બૅટિંગ કોચ મૅથ્યુ હેડને IPL વિશે વિદેશી ક્રિકેટર્સની માનસિકતા વિશે મોટો ખુલાસો કર્યો છે.

મૅથ્યુ હેડન

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને ગુજરાત ટાઇટન્સના બૅટિંગ કોચ મૅથ્યુ હેડને IPL વિશે વિદેશી ક્રિકેટર્સની માનસિકતા વિશે મોટો ખુલાસો કર્યો છે. ૫૪ વર્ષનો મૅથ્યુ હેડન કહે છે કે વિવિધ ટીમો સાથે વાત કરતાં મને લાગે છે કે વિદેશી ખેલાડીઓ ખાસ કરીને સાઉથ આફ્રિકાના, ઑસ્ટ્રેલિયાના અને એક હદ સુધી ન્યુ ઝીલૅન્ડના પ્લેયર્સ IPLને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કરતાં પણ મોટી ગણાવે છે.
મૅથ્યુ હેડન આગળ કહે છે, ‘આ ટુર્નામેન્ટની ખૂબ ચર્ચા થાય છે અને એના માટે ઉત્સાહ જોવા મળે છે. તમે IPLમાં બ્રૉડકાસ્ટિંગમાં છો, પ્લેયર છો, દર્શક છો, કૉમેન્ટેટર છો કે કોચ એનો કોઈ ફરક નથી પડતો; તમારે પ્રેશરનો સામનો કરવો પડશે. આ સમય દરમ્યાન ભારતમાં દરેક દિવસે ક્રિકેટની જ ધૂમ હોય છે.’

indian premier league IPL 2026 gujarat titans cricket news sports news