✕

મેન્સ વન-ડે એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં આજે ઇન્ડિયા A-શ્રીલંકા A વચ્ચે સેમી-ફાઇનલ રમાશે

26 November, 2026 03:06 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દોહા, કતારમાં `મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ૨૦૨૬`ની સેમીફાઈનલ શરૂ થઈ રહી છે, જેમાં પ્રથમ સેમીફાઈનલમાં ભારત `એ` (India A) નો મુકાબલો શ્રીલંકા `એ` (Sri Lanka A) સામે થશે.

ચારેય ફાઇનલિસ્ટ ટીમના કૅપ્ટન્સ.

અગાઉની ૭ સીઝનમાં બન્ને ટીમો કુલ  ૬-૬ વખત સેમી-ફાઇનલ રમી ચૂકી છે કતરના દોહામાં આયોજિત મેન્સ વન-ડે એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં આજથી ફાઇનલમાં પહોંચવાનો આખરી જંગ શરૂ થશે. આજે પહેલી સેમી-ફાઇનલ મૅચ ઇન્ડિયા A અને શ્રીલંકા A વચ્ચે રમાશે. ગ્રુપ Aમાં ત્રણેય મૅચ જીતીને શ્રીલંકા ટૉપર બન્યું હતું, જ્યારે ગ્રુપ Bમાં ત્રણમાંથી બે મૅચ જીતનાર ભારત બીજા ક્રમે રહ્યું હતું. ૨૦૧૩થી રમાતી આ ટુર્નામેન્ટની અગાઉની ૭ સીઝનમાંથી ૬ સીઝનમાં બન્ને ટીમોએ સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. ભારત ૨૦૧૭ અને શ્રીલંકા ૨૦૧૯ની સીઝનમાં 
સેમી-ફાઇનલમાં પહોંચી શક્યું નહોતું.બન્ને દેશોની A ટીમો વચ્ચે ૧૮ વન-ડે મૅચો રમાઈ હતી. એમાંથી ભારત ૯ મૅચમાં અને શ્રીલંકા ૬ મૅચમાં વિજેતા બન્યું હતું. અન્ય ૩ મૅચો ટાઇ અથવા નો-રિઝલ્ટ રહી હતી. છેલ્લે બન્ને ટીમો વચ્ચે ત્રિકોણીય વન-ડે સિરીઝની ફાઇનલ રમાઈ હતી. એમાં ઇન્ડિયા Aની ટીમ ૩૭૭-૯નો સ્કોર ડિફેન્ડ કરીને ૬૬ રને જીતી હતી. 

સતત આઠમી વખત સેમી-ફાઇનલ રમશે પાકિસ્તાન આવતી કાલે ૨૭ નવેમ્બરે પાકિસ્તાન A અને બંગલાદેશ Aની ટીમો વચ્ચે બીજી સેમી-ફાઇનલ મૅચ રમાશે. ૨૦૨૫માં આ બન્ને ટીમો વચ્ચે ફાઇનલ રમાઈ હતી અને પાકિસ્તાન વિજેતા બન્યું હતું.અજેય પાકિસ્તાન આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૩ વખત ચૅમ્પિયન બન્યું છે અને સતત આઠમી વખત સેમી-ફાઇનલ રમશે. આઠેય સીઝનમાં ટૉપ ફોરમાં રહેનાર પાકિસ્તાન એકમાત્ર ટીમ છે. બંગલાદેશની ટીમ અગાઉની સાતમાંથી પાંચ સીઝનમાં સેમી-ફાઇનલ રમી છે.

asia cup indian cricket team sri lanka one day international odi cricket news sports news sports tilak varma