મિડ-ડે લેડીઝ ક્રિકેટની સીઝન-૧૬ની શાનદાર શરૂઆત

16 February, 2025 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિડ-ડે લેડીઝ ક્રિકેટની આ ૧૬મી સીઝન પ્રથમ વાર લીગ-કમ-નૉકઆઉટ બેઝિસ પર રમાઈ રહી હોવાથી દરેક ટીમમાં એક અનોખો જુસ્સો જોવા મળી રહ્યો છે.

તસવીરો : અનુરાગ અહિરે અને સૈયદ સમીર અબેદી

ઓપનિંગ સેરેમનીમાં (ડાબેથી) જેજેસી નૉર્થ-ઈસ્ટના નિશિથ ગોલવાલા, CREDAI-MCHI-થાણે યુનિટનાં આર્ચી નિમિત મહેતા, રેડ રોઝના સચિન વોરા, વર્ધમાન ગ્રુપના સાહિલ મહેતા, ઘાટકોપર જૉલી જિમખાનાના ટ્રસ્ટી અને ટ્રેઝરર બળવંત સંઘરાજકા, અલગ ગ્રુપના જિજ્ઞેશ ખિલાણી, ઘાટકોપર જૉલી જિમખાનાના મૅનેજિંગ કમિટી મેમ્બર તેમ જ જૉઇન્ટ સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર પ્રશાંત કારિયા, મિસ્ટરી સૅલોં અને સ્પાનાં શીતલ ગાલા, જિનલ સ્ટુડિયોના ભાવિક શાહ અને બન્ટીભાઈ શાહના હસ્તે ગઈ કાલે વૅલેન્ટાઇન્સ ડે હોવાથી લવ-શેપનાં રેડ કલરનાં બલૂન આકાશમાં છોડવામાં આવ્યાં હતાં. 

‘મિડ-ડે’ દ્વારા ઘાટકોપર જૉલી જિમખાનાના સહયોગથી આયોજિત મિડ-ડે લેડીઝ ક્રિકેટની સતત ૧૬મી સીઝનનો ગઈ કાલે જબરદસ્ત ઉત્સાહ સાથે શુભારંભ થયો હતો. ટાઇટલ સ્પૉન્સર વર્ધમાન ગ્રુપના સાહિલ મહેતા, પાવર્ડ બાય સ્પૉન્સર રેડ રોઝના સચિન વોરા, CREDAI-MCHI-થાણે યુનિટનાં આર્ચી નિમિત મહેતા, અલગ ગ્રુપના જિજ્ઞેશ ખિલાણી, ઘાટકોપર જૉલી જિમખાનાના ટ્રેઝરર બળવંતભાઈ સંઘરાજકા, જેજેસી નૉર્થ-ઈસ્ટના નિશિથ ગોળવાલા, મિસ્ટરી સૅલોં ઍન્ડ સ્પાનાં શીતલ ગાલા તેમ જ જિનલ સ્ટુડિયોના બન્ટી શાહ અને ભાવિક શાહ વગેરે મહાનુભાવો ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં હાજર રહ્યા હતા. આ સીઝનમાં પણ સરસ્વતી આર્ટનાં વિદ્યા છેડાએ ટીમ ઝમકુડીનાં પિન્કી ત્રિવેદી અને કેનિલ સંગોઈના સહયોગથી કોરિયોગ્રાફ કરેલા પર્ફોર્મન્સે બધાને ઝૂમતા કરી દીધા હતા. સ્ટેજ-જૉકી મનીષ શાહે તેમના અલગ અંદાજમાં ઓપનિંગ સેરેમનીનું સંચાલન કર્યું હતું. મિડ-ડે લેડીઝ ક્રિકેટની આ ૧૬મી સીઝન પ્રથમ વાર લીગ-કમ-નૉકઆઉટ બેઝિસ પર રમાઈ રહી હોવાથી દરેક ટીમમાં એક અનોખો જુસ્સો જોવા મળી રહ્યો છે.

ઍન્કર મનીષ શાહ

વિદ્યા છેડા, પિન્કી ત્રિવેદી અને કેનિલ સંગોઈ.

સરસ્વતી આર્ટનાં વિદ્યા છેડાએ ટીમ ઝમકુડીનાં પિન્કી ત્રિવેદી અને કેનિલ સંગોઈના સહયોગથી બૉબી સર અને પરિતીની ડાન્સર-ટીમના ધમાકેદાર પર્ફોર્મન્સે ફરી એક વાર ઓપનિંગ સેરેમનીને યાદગાર બનાવી દીધી હતી.

આ હતી પ્રથમ દિવસની ઍક્શન અનલિમિટેડ તસવીરોમાં

sports news sports cricket news gujarati mid-day photos