ઑસ્ટ્રેલિયાનો કૅપ્ટન મિચલ માર્શ બાળપણમાં ઝિમ્બાબ્વેમાં કરૅન બ્રધર્સ સાથે રમી ચૂક્યો છે

16 September, 2026 11:11 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

મિચલ માર્શે રસપ્રદ ખુલાસો કર્યો છે

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ મિચલ માર્શનો સેમ કરૅન, ટૉમ કરૅન અને બેન કરૅન સાથેનો ફોટો શૅર કર્યો હતો

બાવીસ વર્ષ પછી ઝિમ્બાબ્વેમાં દ્વિપક્ષીય વન-ડે સિરીઝ રમવા ગયેલી ઑસ્ટ્રેલિયન ટીમના કૅપ્ટન મિચલ માર્શે રસપ્રદ ખુલાસો કર્યો છે. મિચલ માર્શ બાળપણમાં ઝિમ્બાબ્વેમાં કરૅન બ્રધર્સ સાથે રમી ચૂક્યો છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ મિચલ માર્શનો સેમ કરૅન, ટૉમ કરૅન અને બેન કરૅન સાથેનો ફોટો શૅર કર્યો હતો. બેન કરૅન હાલમાં ઝિમ્બાબ્વે માટે રમી રહ્યો છે; જ્યારે સેમ કરૅન, ટૉમ કરૅન ઇંગ્લૅન્ડ માટે રમે છે.

૨૦૦૧થી ૨૦૦૪ દરમ્યાન મિચલ માર્શના પપ્પા જેફરી માર્શ ઝિમ્બાબ્વેની ટીમના હેડ કોચ અને સિલેક્ટર હતા. કરૅન બ્રધર્સના પપ્પા કેવિન કરૅન પણ ઝિમ્બાબ્વેના ક્રિકેટર હોવાથી મિચલ માર્શ કરૅન બ્રધર્સનો મિત્ર બન્યો હતો.

ઑસ્ટ્રેલિયા માટે ગઈ કાલે ૧૦૦મી વન-ડે મૅચ રમનાર મિચલ માર્શે કહ્યું કે ‘એક સમયે મેં ઝિમ્બાબ્વે માટે જ રમવાનું વિચારી લીધું હતું.’

mitchell marsh australia zimbabwe cricket news sports sports news