ટીમ ઇન્ડિયાને T20માં હરાવવા ૩૦૦ રન કરવા પડશે, દરેક બૅટરને ફ્રી-હૅન્ડ આપવામાં આવ્યો છે : મિચલ સૅન્ટનર

25 January, 2026 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

45 : T20 ફૉર્મેટમાં હાઇએસ્ટ આટલી વખત ૨૦૦+ સ્કોર કરી ચૂકી છે ટીમ ઇન્ડિયા.

મિચલ સૅન્ટનર

છત્તીસગઢના રાયપુરમાં આયોજિત ભારત સામેની બીજી T20 મૅચમાં ન્યુ ઝીલૅન્ડ ૨૦૮ રન ડિફેન્ડ કરી શક્યું નહોતું. ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન મિચલ સૅન્ટનર ટીમ માટે સાતમા ક્રમે રમી સૌથી મોટી ઇનિંગ્સ રમ્યો હતો. તેણે ૨૭ બૉલમાં ૬ ફોર અને ૧ સિક્સના આધારે ૪૭ રન ફટકાર્યા હતા. 

સૌથી વધુ વખત ૨૦૦+ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરનાર ટીમ

ઑસ્ટ્રેલિયા

ભારત

સાઉથ આફ્રિકા

પાકિસ્તાન

ઇંગ્લૅન્ડ


બીજી મૅચમાં ભારત સામે મળેલી ૭ વિકેટની હાર બાદ મહેમાન ટીમના કૅપ્ટન મિચલ સૅન્ટનરે મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘મને લાગે છે કે ટીમના ખેલાડીઓ સામે જીતવા ૩૦૦ રન કરવા પડશે. ૨૦૦ કે ૨૧૦ રન હવે પૂરતા નથી. ભારતીય ટીમે ખૂબ જ સારી પિચ પર લાંબી બૅટિંગ કરી. પહેલા બૉલથી જ તેમનો ઇરાદો સ્પષ્ટ હતો. મને લાગે છે કે દરેક બૅટ્સમૅનને ફ્રી-હૅન્ડ આપવામાં આવ્યો છે.’ 

new zealand t20 international indian cricket team cricket news sports news sports