08 March, 2026 08:33 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
મિચલ સૅન્ટનર
મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ફાઇનલની પૂર્વસંધ્યાએ ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન મિચલ સૅન્ટનરે ટ્રોફી જીતવાની આશા વ્યક્ત કરી હતી. તેણે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘અમને ફાઇનલ મૅચમાં સ્પષ્ટપણે પડકાર મળશે. દરેક જાણે છે કે અમે ટ્રોફી જીતવા માટે કદાચ ફેવરિટ નથી.’ મિચલ સૅન્ટનરે વધુમાં કહ્યું હતું કે ‘જો અમે નાની વસ્તુઓને સારી રીતે કરીશું અને મજબૂત ટીમ-પ્રદર્શન કરીશું તો ટ્રોફી ઉપાડવાની સારી સ્થિતિમાં હોઈશું. ટ્રોફી ઉપાડવા માટે થોડાં દિલ (ભારતીય ફૅન્સના) તોડવામાં અમને કોઈ વાંધો નથી. ધ્યેય ભીડને શાંત કરવાનો છે, પરંતુ ક્રિકેટમાં ઘણા પડકારો છે અને એ બદલાતા રહે છે. મને લાગે છે કે ભારત પર ઘરઆંગણે જીતવાનું ઘણું પ્રેશર છે.’