ડિસેમ્બરનાં ICC પ્લેયર ઑફ ધ મન્થ બન્યાં મિચલ સ્ટાર્ક અને લૉરા વૉલ્વાર્ટ

16 January, 2026 04:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍશિઝ ટેસ્ટ-સિરીઝમાં ૩૧ વિકેટ લેવાને કારણે મિચલ સ્ટાર્ક વિજેતા બન્યો છે, જ્યારે લૉરા વૉલ્વાર્ટે ડિસેમ્બરમાં તમામ ફૉર્મેટમાં ટોટલ ૩૯૨ રન ફટકારીને આ પુરસ્કાર મેળવ્યો છે. 

ડિસેમ્બરનાં ICC પ્લેયર ઑફ ધ મન્થ બન્યાં મિચલ સ્ટાર્ક અને લૉરા વૉલ્વાર્ટ

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ગઈ કાલે ડિસેમ્બર ૨૦૨૫ માટે પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ્‍સની જાહેરાત કરી હતી. વેસ્ટ ઇન્ડીઝના જસ્ટિન ગ્રીવ્સ અને ન્યુ ઝીલૅન્ડના જેકબ ડફીને પાછળ છોડીને ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક મેન્સ કૅટેગરીમાં અવૉર્ડ જીત્યો છે. સાઉથ આફ્રિકન કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટ ભારતની શફાલી વર્મા અને સાઉથ આફ્રિકાની સુને લુસને પછાડીને વિમેન્સ કૅટેગરીમાં વિજેતા બની હતી. 
ઍશિઝ ટેસ્ટ-સિરીઝમાં ૩૧ વિકેટ લેવાને કારણે મિચલ સ્ટાર્ક વિજેતા બન્યો છે, જ્યારે લૉરા વૉલ્વાર્ટે ડિસેમ્બરમાં તમામ ફૉર્મેટમાં ટોટલ ૩૯૨ રન ફટકારીને આ પુરસ્કાર મેળવ્યો છે. 

international cricket council ashes test series shafali verma new zealand mitchell starc cricket news sports news sports