13 November, 2026 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ કૈફ અને હાર્દિક પંડ્યા
પંજાબ કિંગ્સમાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એન્ટ્રી કરી છે. સતત પાંચ IPL સીઝનમાં કૅપ્ટન્સી કર્યા પછી હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં એક પ્લેયર તરીકે જ રમતો જોવા મળશે. આ બાબત પર ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મૌહમ્મદ કૈફે મોટું નિવેદન આપ્યું છે.
મોહમ્મદ કૈફ કહે છે, ‘૨૦૨૪માં ગુજરાત ટાઇટન્સ છોડવાનો નિર્ણય એ હાર્દિક પંડ્યાની સૌથી મોટી ભૂલ હતી. મને લાગે છે કે એ હાર્દિકે ઇમોશનલ થઈને લીધેલો નિર્ણય હતો. હાર્દિકની આગેવાનીમાં ગુજરાત પહેલી સીઝનમાં ચૅમ્પિયન બન્યું અને બીજી સીઝનમાં રનરઅપ રહ્યું. ગુજરાત ટાઇટન્સમાં હાર્દિક રાજા સમાન હતો. તેનો નિર્ણય નુકસાનકારક સાબિત થયો અને એની અસર પ્રદર્શન, કૅપ્ટન્સી બન્ને પર પડી.’
ગુજરાતમાંથી મુંબઈમાં આવ્યા પછી હાર્દિક પંડ્યાનું પ્રદર્શન
હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સમાં કૅપ્ટન તરીકે ૩૧ મૅચ રમી હતી. એમાંથી ટીમને બાવીસ મૅચમાં જીત અને ૯ મૅચમાં હાર મળી હતી. હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં કૅપ્ટન તરીકે છેલ્લી ત્રણ સીઝનમાં ૩૯ મૅચમાંથી માત્ર ૧૫ મૅચમાં જીત અપાવી શક્યો હતો અને ૨૪ મૅચમાં હાર મળી હતી.
હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સમાં બે સીઝન રમીને ૬ ફિફ્ટીની મદદથી ૮૩૩ રન કર્યા હતા અને ૧૧ વિકેટ લીધી હતી. મુંબઈ ઇન્ડિયન્સ માટે છેલ્લી ત્રણ સીઝનમાં હાર્દિક પંડ્યાએ ૨૯ વિકેટ લીધી હતી અને એક પણ ફિફ્ટી ફટકાર્યા વગર ૬૪૬ રન કર્યા હતા.