મોહમ્મદ શમીએ મૅચમાં એનર્જી ડ્રિન્ક પીધું, લોકો ભડક્યા કહ્યું રોઝા કેમ નથી રાખ્યા

06 March, 2025 07:00 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Mohammad Shami facing trolls over drinking energy drink: મોહમ્મદ શમી હાલમાં ચેમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતીય ટીમની બૉલિંગનું નેતૃત્વ કરી રહ્યો છે. ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા મૅચ દરમિયાન, તે ફિલ્ડિંગ કરતી વખતે જ્યુસ પીતો જોવા મળ્યો હતો.

મોહમ્મદ શમીએ મૅચમાં એનર્જી ડ્રિન્ક પીતો જોવા મળ્યો હતો

ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની સેમિફાઇનલ મૅચમાં, ઑસ્ટ્રેલિયાએ પહેલા બૅટિંગ કરીને ભારતને 265 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ ઇનિંગમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બૉલર મોહમ્મદ શમીનો એક ફોટો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દેશમાં પહેલી માર્ચથી પવિત્ર રમઝાન મહિનો શરૂ થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન મુસ્લિમો ઉપવાસ રાખે છે જેથી તેમને ઉપવાસ દરમિયાન કંઈપણ ખાવા-પીવાની મનાઈ છે. જેથી આવી સ્થિતિમાં, મોહમ્મદ શમીને એનર્જી બપોરે મૅચ દરમિયાન અનર્જી ડ્રિન્ક પીતા જોઈને કેટલાક લોકો ગુસ્સે થયા. આ સાથે તેઓએ સોશિયલ મીડિયા પર નકારાત્મક ટિપ્પણીઓ કરી, જોકે કેટલાક લોકોએ શમીના આ નિર્ણયના વખાણ પર કર્યા, કારણ કે તેના માટે દેશ પહેલા આવે છે.

તમને જણાવી દઈએ કે રમઝાન મહિનામાં ઉપવાસ સેહરીથી શરૂ થાય છે અને ઇફ્તાર સાથે સમાપ્ત થાય છે. ઉપવાસ દરમિયાન, કોઈપણ પ્રકારનો ખોરાક ખાવા કે પાણી પીવા વગેરે પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. મોહમ્મદ શમી હાલમાં ચેમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતીય ટીમની બૉલિંગનું નેતૃત્વ કરી રહ્યો છે. ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા મૅચ દરમિયાન, તે ફિલ્ડિંગ કરતી વખતે જ્યુસ પીતો જોવા મળ્યો હતો. આનો અર્થ એ થયો કે શમીએ ઉપવાસ રાખ્યા નથી. આ વાતથી પર, ઘણા યુઝર્સ દેશને પ્રથમ રાખવા બદલ તેની પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો તેના માટે નકારાત્મક પોસ્ટ પણ મૂકી રહ્યા છે.

એક યુઝરે શમીની ટીકા કરતાં સાઉથ આફ્રિકાના ખેલાડી હાશિમ અમલાનું ઉદાહરણ આપતા પોસ્ટ કર્યું, "તમારે રમઝાન દરમિયાન ઉપવાસ કરતી વખતે હાશિમ અમલાની અદ્ભુત ઇનિંગ્સમાંથી પ્રેરણા લેવી જોઈએ જ્યાં તેણે અવિશ્વસનીય ઇનિંગ્સ રમી હતી. મોહમ્મદ શમીના ક્રિકેટની દુનિયામાં, અમલાના દૃઢ નિશ્ચય, શિસ્ત અને વિશ્વાસનું અનુકરણ કરવાની ઇચ્છા રાખો." બીજા એક યુઝરે લખ્યું, "જો તમે રમઝાન દરમિયાન ઉપવાસ નથી કરતા, તો તમે કેવા પ્રકારના મુસ્લિમ છો? તમારે રમઝાનનો આદર કરવો જોઈએ." આ સાથે બીજા કેટલાક લોકોએ શમીના આ નિર્ણયનું સ્વાગત પણ કર્યું છે.

મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી

ઑસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મૅચમાં ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 3 વિકેટ લીધી, જેમાં કૅપ્ટન સ્ટીવ સ્મિથની મહત્ત્વપૂર્ણ વિકેટનો પણ સમાવેશ થાય છે. તેમના સિવાય રવિન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી. ઑસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 265 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જે ભારતે ચાર વિકેટથી જીતીને ફાઇનલ મૅચમાં પ્રવેશ કર્યો છે. આજે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડ સામે મૅચ ચાલી રહી છે. આ બન્ને ટીમમાંથી જીતનારી ટીમ ફાઇનલમાં ભારત સાથે ટકરાશે.

mohammed shami indian cricket team cricket news jihad champions trophy sports news sports