✕

સતત અવગણના પછી મોહમ્મદ શમીએ ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

08 November, 2026 09:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈજાઓને કારણે ભારતીય ટીમમાંથી બહાર થયા પછી ફિટનેસ પાછી મેળવી લીધા બાદ પણ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારા પર્ફોર્મન્સ છતાં છેલ્લા થોડા સમયથી મોહમ્મદ શમીની અવગણના થઈ રહી હતી.

મોહમ્મદ શમી

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૩ વર્ષ સુધી ૬૪ ટેસ્ટ-મૅચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યા બાદ ક્રિકેટના સૌથી લાંબા ફૉર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. શમીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને આ નિર્ણય જણાવતાં કહ્યું હતું કે તે વાઇટ જર્સીને અલવિદા કહી રહ્યો છે, પરંતુ ટેસ્ટ-ક્રિકેટ સાથે જોડાયેલી યાદો કાયમ તેની સાથે રહેશે.
ઉત્તર પ્રદેશના અમરોહા ગામમાં જન્મેલા ૩૬ વર્ષના શમીએ ૬૪ ટેસ્ટમાં ૨૨૯ વિકેટ ઝડપી છે, જેમાં પાંચ વખત એક ઇનિંગ્સમાં પાંચ કે એથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ સામેલ છે. ડિસેમ્બર ૨૦૧૮માં પર્થ ખાતે ઑસ્ટ્રેલિયા સામે ૫૬ રન આપીને ૬ વિકેટ ઝડપી એ તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ-પ્રદર્શન રહ્યું હતું.

ઈજાઓને કારણે ભારતીય ટીમમાંથી બહાર થયા પછી ફિટનેસ પાછી મેળવી લીધા બાદ પણ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારા પર્ફોર્મન્સ છતાં છેલ્લા થોડા સમયથી મોહમ્મદ શમીની અવગણના થઈ રહી હતી.  ટેસ્ટ-સ્ક્વૉડમાં પુનરાગમનની શક્યતાઓ ધૂંધળી જણાતાં આખરે તેણે આ ફૉર્મેટમાંથી વિદાય લેવાનો નિર્ણય કર્યો હોય એમ જણાય છે.

મોહમ્મદ શમીએ ૨૦૧૩ની ૬ નવેમ્બરે વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ-ડેબ્યુ કર્યું હતું અને જૂન ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયા સામે ભારત માટે આખરી ટેસ્ટ રમ્યો હતો. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે રણજી ટ્રોફીમાં બંગાળ અને ઝોનલ લેવલે ઈસ્ટ ઝોનનું પ્રતિનિધિત્વ કરે છે.

mohammed shami india team india indian cricket team te test cricket sports news cricket news sports instagram social media