ધોનીએ વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને CISFની ઇવેન્ટમાં ભાગ લીધો

29 March, 2025 07:34 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

CISFની મેગા સાઇક્લોથૉનમાં બે ટીમ ભારતના દરિયાકાંઠા ક્ષેત્રનાં ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૬૫૫૩ કિલોમીટરની પચીસ દિવસની યાત્રા પર છે

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના અનુભવી ક્રિકેટર એમ. એસ. ધોનીએ હાલમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ  (CISF)ની ઇવેન્ટમાં હાજરી આપી હતી

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના અનુભવી ક્રિકેટર એમ. એસ. ધોનીએ હાલમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ  (CISF)ની ઇવેન્ટમાં હાજરી આપી હતી. CISFની મેગા સાઇક્લોથૉનમાં બે ટીમ ભારતના દરિયાકાંઠા ક્ષેત્રનાં ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૬૫૫૩ કિલોમીટરની પચીસ દિવસની યાત્રા પર છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાન્તની હાજરીમાં ધોનીએ ચેન્નઈ પહોંચેલા સાઇક્લિસ્ટોનો ઉત્સાહ વધારીને તેમની સાથે ફોટો પણ પડાવ્યો હતો. ધોની CSKનો ટ્રેઇનિંગ ડ્રેસ પહેરીને આ ઇવેન્ટમાં પહોંચ્યો હતો.

chennai super kings mahendra singh dhoni ms dhoni central industrial security force cricket news sports news sports