✕

ચેન્નઈના મરીના બીચ પર CSKએ ધોનીની ફેરવેલ માટે કર્યો શાનદાર વિશાળ ડ્રોન-શો

19 November, 2026 08:47 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

ડ્રોન-શોમાં ધોનીનો ચેહરો, હૅલિકૉપ્ટર શૉટ અને મેન્ટર તરીકે ટીમમાં સ્વાગતના શાનદાર આકારો જોવા મળ્યા હતા. ગઈ કાલે રાંચીમાં ઝારખંડ ક્રિકેટ અસોસિએશનના જિમમાં કેટલાક ક્રિકેટ-ફૅન્સ સાથે મહેન્દ્ર સિંહ ધોનીએ ફેરવેલ કેક પણ કાપી હતી.

મહેન્દ્ર સિંહ ધોની

મંગળવારે મોડી રાતે ચેન્નઈના મરીના બીચ પર હાજર લોકોને આકાશમાં અદ્ભુત નજારા જોવા મળ્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા મહેન્દ્ર સિંહ ધોનીની ક્રિકેટર તરીકે ફેરવેલ માટે શાનદાર ડ્રોન-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રોન-શોમાં ધોનીનો ચેહરો, હૅલિકૉપ્ટર શૉટ અને મેન્ટર તરીકે ટીમમાં સ્વાગતના શાનદાર આકારો જોવા મળ્યા હતા. ગઈ કાલે રાંચીમાં ઝારખંડ ક્રિકેટ અસોસિએશનના જિમમાં કેટલાક ક્રિકેટ-ફૅન્સ સાથે મહેન્દ્ર સિંહ ધોનીએ ફેરવેલ કેક પણ કાપી હતી.

mahendra singh dhoni ipl 2027 chennai super kings cricket news india sports news sports chennai ms dhoni