26 December, 2025 01:06 PM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઝારખંડ ક્રિકેટ ટીમ હાલમાં પહેલી વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતીને ભારે ચર્ચામાં છે. ટુર્નામેન્ટની આ સીઝનમાં ૫૦૦+ રન કરીને કેપ્ટન ઈશાન કિશને આ જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. ઈશાન કિશન ઝારખંડના અત્યાર સુધીના સૌથી મોટા સ્ટાર એમ. એસ. ધોનીના વારસાને આગળ વધારતો જોવા મળી રહ્યો છે.
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર્સ શાહબાઝ નદીમ અને સૌરભ તિવારી હાલમાં ઝારખંડ સ્ટેટ ક્રિકેટ અસોસિએશનના સંયુક્ત સચિવ છે. શાહબાઝ નદીમે ખુલાસો કર્યો છે કે `રાજ્યમાં ક્રિકેટના પુનર્ગઠન અને ભવિષ્ય માટે આયોજન કરવામાં ધોનીની સલાહ લેવામાં આવી હતી. ધોની કોચિંગ-નિમણૂકો પર અપડેટ રાખતો રહ્યો અને ટીમના હાલના ખેલાડીઓનું વિશ્લેષણ પણ કરતો રહ્યો.’
તેણે વધુમાં કહ્યું હતું કે ‘ધોનીએ સમગ્ર સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સીઝનમાં ટીમના બધા ખેલાડીઓની શક્તિઓ અને નબળાઈઓ નોંધી અને અમારી સાથે તેમની ચર્ચા કરી હતી. તે ઝારખંડના દરેક સ્થાનિક ખેલાડીના આંકડા અને ખાસિયત જાણે છે. તે ઝારખંડ ક્રિકેટને આગળ વધારવામાં ખૂબ રસ ધરાવે છે જે દર્શાવે છે કે ભારતીય ક્રિકેટને આગળ વધારવામાં તેની ભૂમિકા ક્યારેય સમાપ્ત થશે નહીં.`