15 July, 2025 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહેન્દ્ર સિંહ ધોનીની કાર અને શર્ટ હાલમાં સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચામાં
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કાર અને શર્ટ હાલમાં સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. માહી હાલમાં પિયાનો કી અને સંગીતના નોટ્સના પ્રિન્ટવાળા શર્ટમાં જોવા મળ્યો હતો. અહેવાલ અનુસાર આ અમીરી બ્રૅન્ડના શર્ટની કિંમત ઑલમોસ્ટ ૭૨,૦૦૦ રૂપિયા છે. તેની હમર કાર હાલમાં એક નવા અવતારમાં જોવા મળી હતી. ઇન્ડિયન આર્મી થીમને અનુસરીને આ કાર પર ફાઇટર હેલિકૉપ્ટર અને સૈનિકોનાં ચિત્રો જોવા મળ્યાં હતાં.