06 July, 2025 12:58 PM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
માહી અને સાક્ષીનો ક્યુટેસ્ટ ફોટો
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ૨૦૧૦માં દેહરાદૂનમાં સાક્ષી સાથે લગ્ન કર્યાં હતાં. તેમનાં લગ્નને શુક્રવારે ૧૫ વર્ષ પૂરાં થયાં. તેની પત્ની સાક્ષી ધોનીએ મોડી રાત્રે સેલિબ્રેશનના ફોટો શૅર કર્યા જેમાં બન્ને એકબીજાને કેક ખવડાવતાં જોવા મળ્યાં હતાં.
હાર્દિક પંડ્યાએ દીકરા અને ડૉગીને ગણાવ્યા ક્રાઇમ પાર્ટનર્સ
IPL 2025 બાદ મળેલા બ્રેકમાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની ફૅમિલી સાથે સમય વિતાવી રહ્યો છે. તેણે હાલમાં પોતાના દીકરા અગસ્ત્ય અને પાળેલા ડૉગી સાથેનો ફોટો શૅર કર્યો હતો. એક ફોટોમાં અગસ્ત્ય મુંબઈ ઇન્ડિયન્સની જર્સીમાં જોવા મળ્યો હતો, જ્યારે પોસ્ટના અન્ય વિડિયો અને ફોટોમાં હાર્દિક રનિંગ ટ્રૅક પર ડૉગી સાથે વૉર્મ-અપ કરતો જોવા મળ્યો હતો. તેણે કૅપ્શનમાં લખ્યું કે પોતાના ક્રાઇમ પાર્ટનર્સ સાથે દોડવા નીકળ્યો છું.