ધોનીની ૪૫મી વર્ષગાંઠે ઘરની બહાર જોવા મળી યંગ ફૅન્સની ભીડ

08 July, 2026 11:31 AM IST  |  Ranchi | Gujarati Mid-day Correspondent

વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા પાઠવવા મોટી સંખ્યામાં યંગ ફૅન્સ ધોનીના રાંચીસ્થિત ઘરની બહાર પહોંચી ગયા હતા

મહેન્દ્ર સિંહ ધોની ગઈ કાલે ૪૫ વર્ષનો થયો હતો

ભારતનો બે વખતનો વર્લ્ડ કપ ચૅમ્પિયન કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગઈ કાલે ૪૫ વર્ષનો થયો હતો. વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા પાઠવવા મોટી સંખ્યામાં યંગ ફૅન્સ ધોનીના રાંચીસ્થિત ઘરની બહાર પહોંચી ગયા હતા.

ફૅન્સના હાથમાં મહેન્દ્ર સિંહ ધોનીને શુભેચ્છા પાઠવતાં અલગ-અલગ પોસ્ટર્સ હતાં. ધોની હાજર નહોતો છતાં તેના નામની કૅક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.

mahendra singh dhoni ms dhoni happy birthday jharkhand ranchi cricket news sports sports news