16 May, 2025 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા
મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) દ્વારા આજે વાનખેડે સ્ટેડિયમમાં સ્ટૅન્ડ્સ અનાવરણ સમારોહ યોજાશે. સાંજે ચાર વાગ્યાથી આયોજિત આ ઇવેન્ટમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત ક્રિકેટજગતની હસ્તીઓ હાજર રહેશે. આ કાર્યક્રમના ભાગરૂપે ભૂતપૂર્વ MCA પ્રમુખ અમોલ કાલેની યાદમાં MCA ઑફિસ લાઉન્જ, શરદ પવાર સ્ટૅન્ડ, રોહિત શર્મા સ્ટૅન્ડ અને અજિત વાડેકર સ્ટૅન્ડનું સત્તાવાર રીતે અનાવરણ કરવામાં આવશે.