✕

મુંબઈએ હરિયાણાને ૧૦ વિકેટથી કચડી નાખ્યું, ૮૧ રનમાં ૮ વિકેટ લઈને કરીઅરનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું તનુષ કોટિયને

30 October, 2026 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BKC ગ્રાઉન્ડમાં ગઈ કાલે મુંબઈએ હરિયાણા સામે ૧૦ વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી. સતત ત્રીજા રાઉન્ડની મૅચમાં બોનસ પૉઇન્ટ સાથેની જીત મેળવીને મુંબઈ ગ્રુપ Dમાં ૨૧ પૉઇન્ટ સાથે પહેલા ક્રમે છે.

મુંબઈના પ્લેયર્સ સાથે જીતની ઉજવણી કરતો તનુષ કોટિયન

BKC ગ્રાઉન્ડમાં ગઈ કાલે મુંબઈએ હરિયાણા સામે ૧૦ વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી. સતત ત્રીજા રાઉન્ડની મૅચમાં બોનસ પૉઇન્ટ સાથેની જીત મેળવીને મુંબઈ ગ્રુપ Dમાં ૨૧ પૉઇન્ટ સાથે પહેલા ક્રમે છે. જ્યારે કોઈ ટીમ એક ઇનિંગ્સથી અને ૧૦ વિકેટથી મૅચ જીતે છે ત્યારે એને બોનસ પૉઇન્ટ મળે છે. નવી રણજી સીઝનમાં હજી સુધી કોઈ ટીમ ૨૦ પૉઇન્ટ સુધી પહોંચી શકી નથી.

પહેલી ઇનિંગ્સમાં ૨૭૦ રન કરનાર હરિયાણાએ ફૉલો-ઑન પછી બીજી ઇનિંગ્સમાં ૮૫.૩ ઓવરમાં ૨૫૬-૧૦નો સ્કોર કરીને માત્ર ૯૭ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૪૩૦ રન કરનાર મુંબઈની ટીમે વિકેટ ગુમાવ્યા વગર ૧૦.૪ ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

ત્રીજા દિવસના અંતે ૨૧ ઓવરમાં ૭૩-૩નો સ્કોર કરનાર હરિયાણા માટે ટૉપ-ઑર્ડરમાંથી હિમાંશુ રાણાએ ૪૬ રન, નિશાંત સિંધુએ ૪૪ રનનું યોગદાન આપ્યું હતું. આઠમા ક્રમે સામંત જાખડે અને નવમા ક્રમે અનુજ ઠકરાલે ૪૦-૪૦ રન કર્યા હતા. યંગ સ્પિનર તનુષ કોટિયને ૩૪.૩ ઓવરમાં ૮૧ રન આપીને ૮ વિકેટ લીધી હતી. આ તેની ક્રિકેટ-કરીઅરનું બેસ્ટ પ્રદર્શન હતું. બાકીની બે વિકેટ પ્લેયર ઑફ ધ મૅચ વિજેતા મુશીર ખાને લીધી હતી.

મુંબઈના ઓપનર્સ દિવ્યાંશ સક્સેનાએ પચીસ બૉલમાં ૩૦ રન અને અંગક્રિશ રઘુવંશીએ ૩૯ બૉલમાં ૪૭ રન કરીને સરળતાથી ૯૭ રનના ટાર્ગેટ સુધી પહોંચ્યા હતા.

haryana team india indian cricket team ranji trophy mumbai ranji team cricket news sports news sports