25 October, 2026 08:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પોલાર્ડ બન્યો મુંબઈ ઇન્ડિયન્સનો નવો કોચ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી ૨૦૨૭ની સીઝન અગાઉ મુંબઈ ઇન્ડિયન્સે ભૂતપૂર્વ વેસ્ટ ઇન્ડિયન ઑલરાઉન્ડર કાયરન પોલાર્ડને ટીમના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. ફ્રૅન્ચાઇઝીએ પોલાર્ડને તેના અગાઉના બૅટિંગ કોચના પદ પરથી પ્રમોશન આપીને મુખ્ય કોચની જવાબદારી સોંપી છે. તે માહેલા જયવર્દનેનું સ્થાન લેશે.
પોલાર્ડની આ વરણી સાથે T20 ક્રિકેટના ઇતિહાસમાં કોઈ ખેલાડી અને ફ્રૅન્ચાઇઝી વચ્ચેનો સૌથી લાંબો સંબંધ વધુ મજબૂત બન્યો છે. ખેલાડી તરીકે ૧૩ વર્ષ સુધી મુંબઈ ઇન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કરનારો પોલાર્ડ ટીમની સફરનો સૌથી પ્રભાવશાળી આધારસ્તંભ રહ્યો છે. હવે પાંચ વખતની ચૅમ્પિયન ટીમને ફરી વિજયના માર્ગે દોરી જવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી તેના શિરે રહેશે.