મુંબઈ ઇન્ડિયન્સનો નવો હેડ-કોચ માર્ક બાઉચર

17 September, 2022 05:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૯થી અત્યાર સુધી બાઉચરના કોચિંગમાં સાઉથ આફ્રિકા ૧૧ ટેસ્ટ, ૧૨ વન-ડે અને ૨૩ ટી૨૦ જીત્યું છે. ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની ટીમ નંબર-ટૂ છે.’

મુંબઈ ઇન્ડિયન્સનો નવો હેડ-કોચ માર્ક બાઉચર

એક તરફ ગઈ કાલે આઇપીએલની પંજાબ કિંગ્સ ટીમે ટ્રેવર બેલીસને હેડ-કોચ તરીકે નીમ્યા ત્યારે બીજી બાજુ આ ટી૨૦ લીગની સૌથી સફળ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)એ સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર માર્ક બાઉચરને ૨૦૨૩ની સીઝન માટે હેડ-કોચ તરીકે નિયુક્ત કર્યો છે. તે માહેલા જયવર્દને પાસેથી આ અખત્યાર સંભાળશે. માહેલાને મુંબઈ ઇન્ડિયન્સે વૈશ્વિક સ્તરે એમઆઇની જવાબદારી સોંપી છે.

બાઉચરે તાજેતરમાં જાહેરાત કરી હતી કે ઑસ્ટ્રેલિયામાં આવતા મહિને રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ પછી તે સાઉથ આફ્રિકાના હેડ-કોચ તરીકેનો હોદ્દો છોડી દેશે. મુંબઈ ઇન્ડિયન્સે ગઈ કાલે જણાવ્યું કે ‘માર્ક બાઉચરની ખેલાડી તરીકેની કરીઅર શાનદાર રહી હતી. વિકેટકીપર દ્વારા ટેસ્ટક્રિકેટમાં સૌથી વધુ શિકાર કરવાનો વિશ્વવિક્રમ બાઉચરના નામે છે. રિટાયરમેન્ટ પછી સાઉથ આફ્રિકાની ટોચના ફ્રૅન્ચાઇઝી ટાઇટન્સની ટીમને બાઉચરે કોચિંગ આપ્યું હતું અને એને પાંચ ડોમેસ્ટિક ટાઇટલ અપાવ્યાં હતાં. ૨૦૧૯થી અત્યાર સુધી બાઉચરના કોચિંગમાં સાઉથ આફ્રિકા ૧૧ ટેસ્ટ, ૧૨ વન-ડે અને ૨૩ ટી૨૦ જીત્યું છે. ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની ટીમ નંબર-ટૂ છે.’

cricket news ipl 2022 indian premier league sports news sports