✕

રણજી ટ્રોફીમાં મુંબઈને સતત બીજી ઇનિંગ્સવાળી જીત મળી

22 October, 2026 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિમાચલ પ્રદેશના ૧૪૦ રન સામે મુંબઈએ પહેલી ઇનિંગ્સ ૫૨૮-૮ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. બીજી ઇનિંગ્સમાં હિમાચલ પ્રદેશ ૯૯.૧ ઓવરમાં ૨૯૧ રને ઑલઆઉટ થઈને કોઈ ટાર્ગેટ સેટ કરવામાં નિષ્ફળ ગયું હતું. ૧૫૪ રન ફટકારનાર સરફરાઝ ખાન પ્લેયર ઑફ ધ મૅચ બન્યો.

જીતની ઉજવણી કરતી સિદ્ધેશ લાડ ઍન્ડ ટીમ.

બિલાસપુરમાં યજમાન ટીમ હિમાચલ પ્રદેશને મુંબઈ સામે રણજી ટ્રોફી મૅચમાં એક ઇનિંગ્સ અને ૯૭ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ચંડીગઢ સામે એક ઇનિંગ્સ અને ૧૫૫ રને પહેલી મૅચ જીતનાર મુંબઈ ગ્રુપ Dમાં સતત બે જીત, ૧૪ પૉઇન્ટ અને +૦.૭૦૭ નેટ રનરેટ સાથે પહેલા ક્રમે છે. 

હિમાચલ પ્રદેશના ૧૪૦ રન સામે મુંબઈએ પહેલી ઇનિંગ્સ ૫૨૮-૮ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. બીજી ઇનિંગ્સમાં હિમાચલ પ્રદેશ ૯૯.૧ ઓવરમાં ૨૯૧ રને ઑલઆઉટ થઈને કોઈ ટાર્ગેટ સેટ કરવામાં નિષ્ફળ ગયું હતું. ૧૫૪ રન ફટકારનાર સરફરાઝ ખાન પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. 

ચોથા દિવસે હિમાચલ પ્રદેશે ૫૭મી ઓવરમાં ૧૪૪-૩ના સ્કોરથી બીજી ઇનિંગ્સને આગળ વધાવી હતી. કૅપ્ટન પુખરાજ માને ૧૨૬ બૉલમાં ૫૦ રન અને વિકેટકીપર-બૅટર વૈભવ કાલટાએ ૧૬૯ બૉલમાં ૬૩ રન કર્યા હતા. 

બીજી ઇનિંગ્સમાં મુંબઈ માટે ફાસ્ટ બોલર મોહિત અવસ્થીએ ૧૭૧ ઓવરમાં ૪૪ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. શમ્સ મુલાની અને તુષાર દેશપાંડેએ ૨-૨ વિકેટ ઝડપી હતી.

રણજી ટ્રોફીના બીજા રાઉન્ડની મહત્ત્વપૂર્ણ અપડેટ

પંજાબ માટે એક ઓવર બોલિંગ કરીને શુભમન ગિલે ૯ રન આપ્યા હતા.

 ગ્રુપ Aમાં બરોડા ૧૪ પૉઇન્ટ સાથે પહેલા ક્રમે છે. ત્યાર પછી ઉત્તર પ્રદેશ (૧૩ પૉઇન્ટ), વિદર્ભ (૧૨ પૉઇન્ટ) અને મધ્ય પ્રદેશ (૬ પૉઇન્ટ) ટૉપ-ફોરમાં સામેલ છે. જમ્મુ ઍન્ડ કાશ્મીર અને પૉન્ડિચૅરી ૧-૧ પૉઇન્ટ જ્યારે બિહાર, ગોવા ઝીરો પૉઇન્ટ સાથે ૮ ટીમોમાં અંતિમ ટીમો છે.

 બરોડાના ડાબોડી સ્પિનર ભાર્ગવ ભટ્ટે પોતાની ૧૦૦મી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ-મૅચમાં બિહાર સામે ૮ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો.

 ગ્રુપ Aની બીજા રાઉન્ડની માત્ર એક મૅચ ગઈ કાલે ચોથા દિવસે પૂરી થઈ હતી. મધ્ય પ્રદેશ અને પૉન્ડિચૅરીની મૅચ ડ્રૉ રહી હતી. પૉન્ડિચેરીના ૧૭૭ રન સામે પહેલી ઇનિંગ્સમાં મધ્ય પ્રદેશે રજત પાટીદારના ૧૩૯ બૉલમાં ૧૪ ફોરની મદદથી ફટકારેલા ૧૨૨ રનની મદદથી ૩૪૫ રન કર્યા હતા. પૉન્ડિચેરીએ બીજી ઇનિંગ્સમાં ૯૮-૧નો સ્કોર કર્યો, પણ સમયના અભાવે મૅચ પૂરી થઈ શકી નહોતી.

 ગ્રુપ Bમાં હૈદરાબાદ ૧૩ પૉઇન્ટ સાથે પહેલા ક્રમે છે. પંજાબ (૯ પૉઇન્ટ), આસામ (૭ પૉઇન્ટ), સૌરાષ્ટ્ર (૬ પૉઇન્ટ), આંધ્ર પ્રદેશ (૩ પૉઇન્ટ), કર્ણાટક (૨ પૉઇન્ટ), છત્તીસગઢ (૧ પૉઇન્ટ) અને ત્રિપુરા (ઝીરો) પણ આ ગ્રુપમાં સામેલ છે.

 ગ્રુપ Cમાં પશ્ચિમ બંગાળ ૧૨ પૉઇન્ટ સાથે પહેલા ક્રમે છે. ત્યાર પછી મહારાષ્ટ્ર (૯ પૉઇન્ટ), કર્ણાટક (૮ પૉઇન્ટ), ગુજરાત (૮ પૉઇન્ટ), ઝારખંડ (૬ પૉઇન્ટ), દિલ્હી (૩ પૉઇન્ટ), સર્વિસિસ (ઝીરો) અને ઓડિશા (ઝીરો) પણ રેસમાં સામેલ છે.

 દિલ્હીએ પ્રિયાંશ આર્યના ૧૯૯ રન અને આયુષ બડોનીના ૨૧૭ રનની મદદથી પહેલી ઇનિંગ્સ ૬૪૮-૬ના સ્કોરે ડિક્લેર કરી હતી. પહેલી ઇનિંગ્સમાં ૪૧૯-૧૦નો સ્કોર કરનાર ગુજરાતે ફૉલો-ઑન પછી બીજી ઇનિંગ્સમાં ચોથા દિવસના અંત સુધી ૧૫-૧નો સ્કોર કર્યો. સમયના અભાવે મૅચ ડ્રૉ રહી હતી.

 ગ્રુપ Dમાં મુંબઈ (૧૪ પૉઇન્ટ) સાથે હરિયાણા (૧૩ પૉઇન્ટ), તેલંગણ (૮ પૉઇન્ટ), રાજસ્થાન (૬ પૉઇન્ટ), ઉત્તરાખંડ (૩ પૉઇન્ટ), રેલવેઝ (૨ પૉઇન્ટ), હિમાચલ પ્રદેશ (ઝીરો), ચંડીગઢ (ઝીરો) પણ સામેલ છે.

 પ્લેટ ગ્રુપમાં મેઘાલય એક જીત અને એક ડ્રૉ મૅચ સાથે (૯ પૉઇન્ટ) પહેલા ક્રમે છે. એના પછી અનુક્રમે સિક્કિમ (૮ પૉઇન્ટ), મણિપુર (૬ પૉઇન્ટ), મિઝોરમ (૩ પૉઇન્ટ), નાગાલૅન્ડ (૧ પૉઇન્ટ) અને અરુણાચલ પ્રદેશ (ઝીરો) પૉઇન્ટ-ટેબલમાં સામેલ છે.

 મુંબઈના ચિન્મય સુતારના મિઝોરમ માટેના ૪૦૦ રન એળે ગયા હતા. મિઝોરમના ૫૮૧-૯ના સ્કોર સામે નાગાલૅન્ડે બે સદીની મદદથી ૫૧૬-૧૦ના સ્કોરવાળી પહેલી ઇનિંગ્સ ચોથા દિવસ સુધી ખેંચી હતી.

sarfaraz khan indian cricket team cricket news ranji trophy ranji trophy champions himachal pradesh sports news sports mumbai ranji team