✕

રણજી ટ્રોફીના પહેલા તબક્કામાં સતત ૪ મૅચ જીતીને ૨૭ પૉઇન્ટ સાથે મુંબઈ ૩૮ ટીમો વચ્ચે નંબર વન બની

06 November, 2026 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રેબર્ન સ્ટેડિયમમાં રેલવેઝ સામે યજમાન ટીમની ૧૦૬ રનથી જીત.

તનુષ કોટિયને ટોટલ નવ વિકેટ લીધી હતી

બ્રેબર્ન સ્ટેડિયમમાં ગઈ કાલે રેલવેઝ સામે ચોથા રાઉન્ડની મૅચમાં મુંબઈએ ૧૦૬ રને જીત મેળવીને રણજી ટ્રોફીના પહેલા તબક્કામાં સતત ચોથો વિજય નોંધાવ્યો હતો. ત્રણ બોનસ પૉઇન્ટવાળી જીત સાથે મુંબઈએ ૩૮ ટીમો વચ્ચે સૌથી વધુ ૨૭ પૉઇન્ટ મેળવ્યા છે. ગ્રુપ Aની ટીમ વિદર્ભે ૨૬ પૉઇન્ટ નોંધાવ્યા છે.

બ્રેબર્ન સ્ટેડિયમમાં રેલવેઝ સામે મુંબઈએ પહેલી ઇનિંગ્સમાં ૩૯૬ રન કર્યા પછી ૨૩૪-૪ના સ્કોરે બીજી ઇનિંગ્સ ડિક્લેર કરીને ૩૭૨ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૫૯ રન કરનાર રેલવેઝ બીજી ઇનિંગ્સમાં ૭૭.૨ ઓવરમાં ૨૬૫ના સ્કોરે ઑલઆઉટ થયું હતું. રેલવેઝના ઈશાન ગોયલની ૧૦૩ રન અને ઝુબિન અલીની ૧૧૫ રનની ઇનિંગ્સ એળે ગઈ હતી.

બીજી ઇનિંગ્સમાં મુંબઈ માટે સ્પિનર્સ શમ્સ મુલાનીએ ૪ વિકેટ, મુશીર ખાને ૩ વિકેટ અને તનુષ કોટિયને બે વિકેટ લીધી હતી. યંગ સ્પિનર તનુષ કોટિયન ટોટલ ૯ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

રણજી ટ્રોફીની અન્ય મહત્ત્વપૂર્ણ અપડેટ 

 કેરલમ સામે ગુજરાતે એક ઇનિંગ્સ અને ૬૪ રને જીત નોંધાવી. ૨૧૦ રન ફટકારનાર ઉર્વિલ પટેલ મૅચનો હીરો બન્યો હતો. ૫૩૪-૯ના સ્કોરે પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરનાર ગુજરાત સામે ફૉલો-ઑનનો સામનો કરનાર કેરલમ ૨૭૯ રન અને ૧૯૧ રન જ કરી શક્યું.

બરોડા અને ઉત્તર પ્રદેશ વચ્ચેની ચોથા રાઉન્ડની મૅચ ડ્રૉ રહી હતી. પહેલી ઇનિંગ્સમાં બરોડાએ ૩૫૫ રન અને ઉત્તર પ્રદેશે ૪૯૨ રન કર્યા. ચોથા દિવસના અંતે બરોડાએ બીજી ઇનિંગ્સમાં ૧૬૯-૬નો સ્કોર કર્યો હતો.

સૌરાષ્ટ્રને ૧૩૩ રને ત્રિપુરા સામે હારનો સામનો કરવો પડ્યો. ત્રિપુરાએ ૨૬૮ રન અને ૧૯૧ રનના સ્કોરની મદદથી ૩૪૨ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. સૌરાષ્ટ્ર ૧૧૮ રન અને ૨૦૮ રન કરીને ઑલઆઉટ થયું હતું.

૧૪૩ રન અને ૧૮૬ રન કરીને પશ્ચિમ બંગાળે ૧૧૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૧૮ રન કરનાર મહારાષ્ટ્રની ટીમે કૅપ્ટન પૃથ્વી શૉના અણનમ ૫૩ રનની મદદથી બીજી ઇનિંગ્સમાં ૧૯.૪ ઓવરમાં ૧૧૪-૦નો સ્કોર કર્યો હતો.

ranji trophy ranji trophy champions mumbai ranji team indian cricket team team india cricket news sports news sports indian railways