22 December, 2025 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ
ભારતીય T20 ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે હાલમાં અમદાવાદમાં GLS યુનિવર્સિટીના નવમા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. સ્પીચ દરમ્યાન પોતાના વર્તમાન ફૉર્મ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘મને લાગે છે કે રમત તમને ઘણું શીખવે છે અને દરેક ખેલાડીની કરીઅરમાં એક સમય એવો આવે છે જ્યારે તમને લાગે છે કે એ શીખવાનો તબક્કો છે. એથી આ મારા માટે પણ શીખવાનો તબક્કો છે.’
સૂર્યકુમારે વધુમાં કહ્યું હતું કે ‘મારા બાકીના ૧૪ જવાન (સાથી-પ્લેયર્સ) મારા માટે બધું સંભાળી રહ્યા છે. તેઓ અને તમે જાણો છો કે જ્યારે હું બ્લાસ્ટ થઈશ ત્યારે શું થશે. હું ખૂબ જ સકારાત્મક છું અને ખૂબ જ સખત મહેનત કરું છું. જો સારા માર્ક્સ ન મળે તો વિદ્યાર્થી ભણવાનું બંધ કરતા નથી. તે વધુ મહેનત કરે છે જેથી વધુ સારા માર્ક્સ મેળવી શકાય. હું પણ એવું જ કરું છું.’